GAIMSના સુચારૂ સંચાલન માટે 500 થી વધુ મહિલાઓનું દળ ખડેપગે

હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓનું પ્રદાન અતુલ્ય  હોય છે. ખાસ કરીને નર્સિંગ, પેરામેડિકલ અને અન્ય તમામ સ્વાસ્થ્ય સેવા સાથે સિક્યુરિટી અને સ્વચ્છતા સહાયકમાં પણ મહિલાની જરૂરિયાત હોય છે, જેઓ પ્રશાસન અને ડોક્ટર્સ સાથે સમન્વય સાધી હોસ્પિટલના સુચારૂ સંચાલનમાં મહત્વનો ભાગ ભજવે છે.કેમકે મહિલાઓ દર્દીઓના ભાવનાત્મક પાસાને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.એટલેજ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં નીચલી પાયરીથી લઈ વિભાગના વડા સુધી અંદાજે 500 ઉપરાંત મહિલાઓએ સંચાલન માટે મોરચો સંભાળ્યો છે.

મહિલાઓના આ મોરચામાં સહાયક સ્વચ્છતા કર્મી,મહિલા સુરક્ષા દળ,હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, રેસિ.ડો. ઇન્ટર્ન્સ, પેરા મેડિકલ,નર્સિંગ,લેબ. ટેક. ફાર્માસિસ્ટ,ડાયટ,વહીવટ, પ્રોફેસર્સ વિગેરેનો સમાવેશ થાય છે.મહિલાઓ આ પ્રકારે હોસ્પિટલની કરોડરજ્જુ છે,જેમનું અનોખું પ્રદાન ગણી દરેક ક્ષેત્રની મહિલાઓની પ્રતિનિધિને પ્રતીકરૂપે GAIMSના પ્રથમ અક્ષરમાં વાણી લઈ અદાણી કોલેજ અને હોસ્પિટલના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે.

Leave a comment

Trending