હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી વિતરણ ખોરવાતા રોષ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 326 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલનુ 9 ફેબ્રુઆરી, 2025 ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના એક મહિનામાં જ અસુવિધાઓ સામે આવી છે. સોમવારે એરપોર્ટમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા મુસાફરો માટે વોશરૂમ અને પીવાનું પાણી બંધ થઈ ગયું હતું અને તેને કારણે અનેક હવાઈ મુસાફરોએ પોતાનો ઉગ્ર રોસ સોશિયલ મિડીયા પર વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાઇપલાઇનનું રીપેરીંગ કરવામાં આવ્યું હતુ અને બાદમા પીવાનું પાણી અને વોશરૂમમાં પાણી શરૂ થયું હતુ. મુસાફરોની ફરિયાદ મુજબ ગઈકાલે પૂરો દિવસ પાણી બંધ હતું જોકે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોનું કહેવું છે કે થોડો સમય માટે જ આ સમસ્યા હતી બાદમાં પાઇપલાઇન રિપેર થઈ જતા પાણી વિતરણ શરૂ થઈ ગયું હતું.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઈન્ડિગો અને એર ઇન્ડિયા સહિતની એરલાઇન્સ મળી મુંબઈની 5, દિલ્હીની 2 ઉપરાંત હૈદરાબાદ, ગોવા, પુણે અને બેંગ્લોર જવા માટે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. અહીંથી દૈનિક 3000 થી વધુ મુસાફરોની અવર જવર રહે છે. એક વર્ષમા 1 મિલિયન મુસાફરોની અવરજવરનો રેકોર્ડ તાજેતરમાં જ બનાવ્યો છે ત્યારે પાણી જેવી પ્રાથમિક સુવિધામાં વિક્ષેપ પડ્યો છે.

હવાઈ મુસાફર દિપક દોશીએ જણાવ્યું હતુ કે, 17 માર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મુંબઈ ફ્લાઈટમાં આવી રહ્યો હતો, ત્યારે ત્યાં એરપોર્ટ ઉપર પહોંચતા પહેલા વોશરૂમમાં ગયો તો ત્યાં પાણી જ આવતું ન હતું. જેથી હું બહાર નીકળો અને ત્યાં પૂછ્યું કે પાણી શા માટે બંધ છે? ત્યારે મને જવાબ મળ્યો કે, પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, જેને કારણે સવારથી પાણી બંધ છે. આગળ પણ પાણીની પાઇપલાઈન તૂટી ગઈ હતી. જો વારંવાર આ પ્રકારની સમસ્યા થતી હોય તો એરપોર્ટ તંત્ર દ્વારા ટેન્કરની વ્યવસ્થા રાખવી જોઈએ, જેથી પાણીની પાઇપલાઇન તૂટે ત્યારે ટેન્કરથી પાણી વિતરણ થઈ શકે. 200 જેટલા મુસાફરો મારી સાથે હતા, પરંતુ કોઇએ એરપોર્ટ તંત્રને ફરિયાદ ન કરી. ઉનાળામાં લોકો પીવાના પાણીના પરબ રાખતા હોય છે, ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પીવાના પાણીની સમસ્યા પણ વારંવાર સર્જાય છે, જે ખુબ જ શરમજનક બાબત છે.

સોમવારે એક જાગૃત હવાઈ મુસાફર દીપક દોશીએ એક્સ પર હૈયા વરાળ ઠાલવતા મેસેજ મૂકવામાં આવ્યો કે, Absolutely no water at Hirasar International Airport, Rajkot. Not even drinking water. જે બાદ તેમાં આવેલી કोમેન્ટ પણ ખૂબ જ ગંભીર હતી અને તેમાં એરપોર્ટ ઓથોરિટી સહિત સરકારને આડે હાથ લેવામાં આવી હતી.

Leave a comment

Trending