સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી રવાના

અવકાશમાં ફસાયેલાં અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યાં છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ-9ના નિક હેગ અને રોસકોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પણ આવી રહ્યા છે.

ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈ ગયા છે અને ભારતીય સમય પ્રમાણે સવારે 08.35 વાગ્યે ડ્રેગન સ્પેસ ક્રાફ્ટનું હેચ એટલે દરવાજો બંધ થયો. હવે 10.35 વાગ્યે અનડોકિંગ થયું, એટલે ડ્રેગન કેપ્સૂલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)થી અલગ થઈ ગયું છે.

19 માર્ચે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે ઊતરશે.

કડી તાલુકાના ઝુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવા માટે ગ્રામજનોએ બે વખત દોલા માતાજીની આરતી અને ધૂન કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ અખંડ દીવો પણ પ્રગટાવ્યો હતો.

આ યાત્રામાં લગભગ 17 કલાક લાગશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે એટલે કે 18 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 8:15 વાગ્યે તેનું કવરેજ શરૂ કરશે. નાસા દ્વારા આ ઘટનાનું અંદાજિત સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. હવામાનને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે.

  • 18 માર્ચે હેચ ક્લોઝિંગ પછી સવારે 10.35 વાગ્યે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ થશે.
  • 19 માર્ચે સવારે 2:41 વાગ્યે, ડીઓર્બિટ બર્ન થશે એટલે કે, એન્જિનને ફાયર કરાશે.
  • પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી, 19 માર્ચે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થશે.

આજે ભારતીય સમય મુજબ સવારે 10:35 વાગ્યે અનડોકિંગ થવાનું છે. અનડોકિંગની પ્રક્રિયામાં અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પૃથ્વી પર પાછા લઈ જતું અવકાશયાન (ડ્રેગન કેપ્સ્યૂલ) આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી અલગ થઈ જશે.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયાં હતાં. આ મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. મિશન દરમિયાન તેમણે અવકાશયાન જાતે પણ ઉડાડવું પડ્યું.

આ અવકાશયાન 5 જૂન, 2024ના રોજ રાત્રે 8:22 વાગ્યે એટલાસ V રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 6 જૂને રાત્રે 11:03 વાગ્યે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું. તે રાત્રે 9:45 વાગ્યે આવવાનું હતું, પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા હતી.

Leave a comment

Trending