અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના ડાયટિશ્યન્સે જણાવ્યા કૃત્રિમ કલરના ગેરફાયદા

હોળી અને ધૂળેટીના સપરમા દિવસે એકબીજા ઉપર રંગનો છંટકાવ કરી આનંદ પ્રમોદ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે,પણ કૃત્રિમ રંગ જો ભોજન બનાવવામાં વપરાય તો સ્વાસ્થ્ય માટે નુકસાન કરક પુરવાર થાય છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના ડાયટિશ્યન્સના જણાવ્યા મુજબ તહેવારના દિવસોમાં ખોરાક રાંધવામાં અને તૈયાર કરવામાં  કૃત્રિમ રંગ ન વપરાય તેની ખાસ સંભાળ રાખવી જોઈએ.

કૃત્રિમ અને સિંથેટિક રંગોથી ત્વચાને નુકસાન થાય છે.સમગ્ર પાચનતંત્ર ઉપર વિપરીત અસર થાય છે.

જો રસોઈમાં રંગ વાપરવા જ હોય તો એફ.એસ.એસ.એ.આઈ. માન્ય  વાપરી શકાય.રસોઈ માટે તૈયાર પેકેટ ખરીદતી વખતે ચોક્કસ કરવું કે કયો કલર છે.કૃત્રિમ હોય તો ખરીદવા નહીં.

ટૂંકમાં રસોઈની અંદર કલરનો ઉપયોગ બિલકુલ ન કરવો અથવા નિયંત્રિત પ્રમાણમાં કરવો જોઈએ.

Leave a comment

Trending