આજે એટલે કે 20 માર્ચે સતત પાંચમા દિવસે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹112 વધીને ₹88,761 થયો છે. આ પહેલા પણ, ગઈકાલે એટલે કે બુધવાર, 19 માર્ચે, સોનાનો ભાવ ₹88,649 ઓલ ટાઈમ હાઈ હતો. અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,710 રૂપિયા છે.
તેમજ, ચાંદીના ભાવ ગઈકાલની સરખામણીમાં 355 રૂપિયા ઘટ્યો છે, તે 99,613 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ ₹99,968 હતો. મંગળવાર, 18 માર્ચના રોજ, ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹1,00,400 હતો, જે ઓલ ટાઈમ હાઈ છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે સોનું ₹92 હજાર સુધી પહોંચી શકે છે.
- દિલ્હી: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 83,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,810 રૂપિયા છે.
- મુંબઈ: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 83,100 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,660 રૂપિયા છે.
- કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 83,100 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,660 રૂપિયા છે.
- ચેન્નાઈ: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 83,100 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,660 રૂપિયા છે.
આ વર્ષે, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 12,599 વધીને રૂપિયા 88,761 રૂપિયા થયો છે. તેમજ, ચાંદીનો ભાવ પણ 13,596 રૂપિયા વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 99,613 રૂપિયા થયો છે. તેમજ, ગયા વર્ષે એટલે કે 2024માં, સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું.






Leave a comment