અદાણી સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત ચાલતા વ્યવસાયલક્ષી કૌશલ્ય વર્ગોની બેચના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ, ૨૧મી સદીમાં દરેક ક્ષેત્રે કૌશલ્ય આધારિત શિક્ષણની વધુ જરૂરિયાત છે એવું ભારપૂર્વક જણાવ્યુ હતું.
અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં પ્રમાણપત્ર વિતરણ સાથે તાજેતરમાં શરૂ કરાયેલા જીડીએ બેચના તાલીમાર્થીઓને ટ્રેનીંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સરકારી નર્સિંગ કોલેજના નિવૃત આચાર્ય ગીતાબેન ગોર, લાલન કોલેજના સાયન્સ વિભાગના આસિ. પ્રોફે. ડો એકતા જોશી અને અંગ્રેજી વિભાગના આસિ. પ્રોફે. ડો હેતલ મેરિયા મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા.
તમામ વકતાઓએ ૨૧મી સદીને કૌશલ્યની સદી ગણાવી ઉમેર્યું કે, આજે આપણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છીએ ત્યાં સફળ થવું હશે તો વિવિધ કૌશલ્યો હસ્તગત કરવા પડશે અને એ માટે કૌશલ્ય આધારિત શિક્ષણ જરૂરી છે.
અદાણી સ્કિલ ડેવ. ભુજના જુ. ઓફિસર ડો. પૂર્વી ગોસ્વામીએ યુવાઓની કારકિર્દીમાં કૌશલ્ય વિકાસ માટે કાર્યરત સક્ષમ પ્રકલ્પની ભાગીદારીની ખુશી વ્યક્ત કરીને તાલીમ પૂર્ણ કરેલ તમામ દીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભે આવકાર પ્રવચનમાં સક્ષમના ટ્રેનીંગ એસોસિયેટ મનીષ બાવલ દ્વારા તથા સંચાલન તાલીમાર્થી વંશી ગોસ્વામી અને માધુરી રાજપૂતે કર્યું હતું.






Leave a comment