આવતીકાલથી 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી

નવું બજેટ આવતીકાલ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. એટલે કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે સરકારે કરેલી જાહેરાતો પર કામ શરૂ થશે. જોકે, યોજનાઓના લાભ ક્યારે મળશે તે યોજનાના પ્રકાર અને અમલીકરણની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.

આવકવેરા મુક્તિ અથવા સબસિડી જેવા લાભ 1 એપ્રિલ, 2025થી લાગુ થશે, કારણ કે તે નાણાકીય વર્ષ સાથે જોડાયેલા છે. તે જ સમયે, માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ, સમાજ કલ્યાણ યોજનાઓના લાભો મેળવવામાં સમય લાગે છે, કારણ કે તેના પર કામ કરવાની પ્રક્રિયા લાંબી હોય છે.

ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધી કમાણી પર કોઈ ટેક્સ લાગશે નહીં. નોકરિયાત લોકો માટે 75 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ 12.75 લાખ રૂપિયા થઈ જશે. ન્યૂ ટેક્સ રિજીમમાં 20 થી 24 લાખની આવક માટે 25% ટેક્સનો નવો સ્લેબ પણ સામેલ કરવામાં આવ્યો છે.

ભાડાની આવક પર TDS છૂટ બમણી: ભાડાની આવક પર TDS મર્યાદા ₹2.4 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી.

વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર છૂટ બમણી: બેંક એફડીમાંથી વ્યાજ આવક મેળવતા વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા ₹50 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.

વ્યાવસાયિક સેવાઓ પર TDS મર્યાદામાં વધારો: વ્યાવસાયિક સેવાઓ પર TDS મર્યાદા હવે 30,000 રૂપિયાથી વધીને 50,000 રૂપિયા થઈ ગઈ છે.

વિદેશમાં અભ્યાસ માટે પૈસા મોકલવા પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ની મર્યાદા હવે 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે, જો પૈસા બેંક વગેરે જેવી કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી લોન તરીકે લેવામાં આવ્યા હોય તો TCS વસૂલવામાં આવશે નહીં.

હવે કરદાતાઓ આકારણી વર્ષના અંતથી 24 મહિનાને બદલે 48 મહિના સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે.

24થી 36 મહિના દરમિયાન ફાઇલ કરાયેલા રિટર્ન પર 60% વધારાનો ટેક્સ.

36થી 48 મહિના દરમિયાન ફાઇલ કરાયેલા રિટર્ન પર 70% વધારાનો ટેક્સ.

Leave a comment

Trending