અદાણી સંચાલિત GAIMS જી.કે.જન. હોસ્પિ.  દ્વારા ગત માર્ચમાં ૩.૬૩ લાખ સી.સી. બ્લડ ભેગું કરાયું

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલની બ્લડબેંક દ્વારા ઉનાળાના પ્રારંભે લૂ અને ગરમી વચ્ચે હોસ્પિટલમાં રક્તની કમી ઊભી ન થાય એ માટે આગોતરું આયોજન કરાયું છે.

બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન દવેના માર્ગદર્શન તળે સ્થાનિક કચ્છ યુવક સંઘના સથવારે  જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાશે. ઉનાળામાં સામાન્ય રીતે લોકો ઘર બહાર જવાનું ટાળતા હોય છે.વેકેશન,લગ્નગાળો અને ગરમી વચ્ચે આ પ્રકારની વ્યવસ્થા દ્વારા હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત સંતોષી શકાશે.

દરમિયાન જી.કે.ની બ્લડબેંક મારફતે ગત મહિને માર્ચમાં ૯૩૩ યુનિટ અર્થાત ૩.૬૩ લાખ સી.સી.રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.જેમાં જુદા જુદા ૭ કેમ્પમાં ૫૭૬ યુનિટ  અને સ્થાનિક ઈન હાઉસ વ્યવસ્થામાં ૩૫૭ યુનિટ લોહી ભેગું કરવામાં આવ્યું હતું.એમ બ્લડબેંકના ડો.સુમન ખોજાએ કહ્યું હતું.

બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે વધુમાં જણાવ્યું કે, સર્વ સેવા સમાજ ટ્રસ્ટ ,ડીપી વર્લ્ડ મુન્દ્રા, સ્વ.લખમણભાઇ વારોતરા પરિવાર ધ્રંગ,લાયન્સ ક્લબ ભુજ,પાંતીયા યુવક મંડળ,શ્રી સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ મમુઆરા  અને સંત નિરંકારી સત્સંગ મંડળ ભુજના સહકારથી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.બ્લડબેંકના કર્મીઓના સહકારથી આ કાર્ય પર પાડવામાં આવ્યું હતું.

હોસ્પિટલની આવશ્યકતાને ધ્યાનમાં લઈ ઉનાળામાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે  રક્તદાન કરવા જી.કે.ના સત્તાવાળા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a comment

Trending