અદાણી મેડિ.કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગે ગ્રીષ્મ ઋતુમાં બીપી.ની વધઘટ અને કરણી અંગે આપી માહિતી

બી.પી.ની પ્રકૃતિ ચંચળ  છે.મોસમની પરિસ્થિતિ કે વ્યક્તિના સંજોગોને આધિન તેમાં ચઢાવ ઉતાર જોવા મળે છે.શિયાળા અને ઉનાળામાં આવું થવું સ્વાભાવિક છે. તેમાંય જ્યારે બી.પી.ની દવા લેતા હોય તેમણે ઉનાળામાં સાવધ રહેવું અને બી.પી.ઉપર વોચ રાખવી આવશ્યક છે.

અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રાધ્યાપકોના જણાવ્યા મુજબ ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ગયો છે અને તાપમાનનો પારો ઉપરને ઉપર જઈ રહ્યો છે.શિયાળામાં નસો સંકોચાઈ જવાથી લોહી વધુ દબાણ કરે છે, તેથી બી.પી.વધે છે.જ્યારે ઉનાળામાં ગરમીને કારણે લોહી વહન કરતી નસો આંશિક પહોળી બનતા બી.પી.નીચું જાય છે. 

કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ અને પ્રો.ડો.શ્રેયસ મહેતા અને એસો.પ્રો.ડો.નીરવ કુમાવતે કહ્યું કે, ગરમીમાં લો બી.પી.થવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે.પસીનો વધુ થાય છે તેથી બોડીમાંથી નમક ઓછું થઈ જાય છે.અને આ સમસ્યા સર્જાય છે.ચક્કર આવવા, થકાન,માથું દુખવું ઉપરાંત શરીરમાં પાણી ઓછું થાય તો ડિપ્રેશન પણ જોવા મળે છે.

તો સવાલ એ છે કે,કેમ ખબર પડે કે,શરીરમાંથી પાણી ઓછું થયું છે એવા એક સવાલના જવાબમાં ડોક્ટરોએ કહ્યું કે,યુરિન તેનું માપદંડ છે.જો યુરિન યાને કે પેશાબ સફેદ અને હલકા પીળા રંગનું હોય તો વાંધો નથી પણ જો ઘાટો પીળો રંગ હોય તો પાણીની કમી કહી શકાય.ઉપરાંત ૨-૩ કલાકની અંદર યુરિન માટે જવાનું થાય પરંતુ આ સમયમાં ફેરફાર અને વધુ સમય બાદ  થાય તો ઝાંચ કરાવી લેવી આવશ્યક છે.

લો બી.પી.  થી બચવા ઉપાય:

આ સમસ્યાથી બચવા માટે શરીરમાં પાણીની ઉણપ ના થાય તે માટે સતત પાણી પીતા રહેવું.સૂપ,જ્યુસ,લીંબુ પાણી,નારિયળ પાણી પી શકાય. વધુ સમય ધૂપમાં રહેવું નહીં.વધુ તડકામાં રહેવાથી હિટ સ્ટ્રોક પણ થઈ શકે.કેટલીક વાર યુરિન સંક્રમણ પણ વધી શકે છે.નાના બાળકો અને બુઝુર્ગોને ગરમીમાં આ સમસ્યા વધી જતી હોવાથી પર્યાપ્ત માત્રામાં પાણી આપવું.અધિક તાપમાન હોય તો બેક્ટેરિયા વધી જાય છે,તેથી બહારનું ભોજન ટાળવું નહીંતો ટાઈફોઈડ,ઉલ્ટી,ઝાડા (ડાયેરિયા) થઈ શકે.કાપેલા બજારુ ફળો તેમજ તૈયાર સલાડ લેવા નહીં.સામન્ય રીતે હળવો ખોરાક લેવો અને અતિ આવશ્યક ન હોય તો બપોરે ૧ થી ૫ બહાર નીકળવાનું ટાળવું.

Leave a comment

Trending