અદાણી મેડિકલ કોલેજમાં હેલ્થ ડે નિમિતે યોજાઈ ક્વિઝ સ્પર્ધા

આરોગ્ય સંભાળમાં પાણી પહેલા પાળ બાંધવાની નીતિ ઉપયોગી:સ્વસ્થ શરૂઆત સ્વસ્થ ભવિષ્ય

અદાણી મેડિકલ કોલેજના કૉમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા મેડિકલ વિધાર્થીઓમાં જાણકારી અને કૌશલમાં વધારો થાય અને ટીમ વર્ક તેમજ તંદુરસ્ત હરીફાઈની ભાવના મજબૂત થાય એ માટે ૧૨ ટીમ સાથે યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં કુલ ૫૫ વિધાર્થીઓ જોડાયા હતા.અંતિમ તબ્બકે ૪ ટીમ વચ્ચે ૧૨ વિધાર્થીઓની તીવ્ર હરીફાઈ વચ્ચે થિન્ક ટેન્ક ટીમ વિજેતા ઘોષિત થઈ હતી અને આ ટીમ હવે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ઉતરશે.

આ સ્પર્ધાને અદાણી સંચાલિત GAIMSના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ અને કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે હેલ્થ ડે અવસરે ખુલ્લી મુકી હતી.આ પ્રસંગે કોમ્યુનિટી મેડિસિનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રોફે ડો.શ્રેયસ મહેતાએ કહ્યું કે,આ ક્વિઝ અંતર્ગત જનરલ હેલ્થ,બાળ આરોગ્ય,રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અને હેલ્થ મેનેજમેન્ટ સહિત બહુલક્ષી આરોગ્ય પ્રશ્નો સમાવાયા હતા. જેમાં મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે પૂર પહેલા પાળ બાંધવા જેવી સંભાળ લેવાય તો ઘણે અંશે ફાયદો થાય એ મુદ્દાને વણી લેવાયો હતો.

આ ક્વિઝ સ્પર્ધાને સફળ બનાવવા કોમ્યુનિટી મેડિસિન વિભાગના એસો.પ્રોફે.ડો. નિરવ નિમાવત,ડો.ઇમરાને જહેમત લીધી હતી.જ્યારે ડો. પ્રલહાદ પોતદારે ક્વિઝ માસ્ટરની ભૂમિકા ભજવી હતી. અને આરોગ્ય ઉપર વિસ્તૃત જાણકારી આપી હતી.આ પ્રસંગે આસી.ડીન ડો.હિતેશ આસુદાની અને વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસ્થ શરૂઆત સ્વસ્થ ભવિષ્ય થીમ રાખવામાં આવી હતી. 

Leave a comment

Trending