લોન અપાવવાના નામે મોટી મોટી વાતો કરી પ્રોસેસિંગ ફીના નામે લાખો રૂપિયા પડાવી લેનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતમાં લોન અપાવવા માટે પ્રોસેસિંગ ફીના નામે 14 ગ્રાહકો પાસેથી રૂ.13,00,000 થી વધુ રકમ પડાવી લેવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસે વર્લ્ડ ગ્લોબલ વેલ્થ કેર પ્રા.લી ના કહેવાતા સંચાલક સામે ગુનો નોંધ્યો હતો.
આવી જ રીતે ભોલે કૃપા ફીન સર્વના નામે લોન પ્રોસેસિંગ તેમજ અન્ય ચાર્જીસના નામે રૂ.1.22 લાખની છેતરપિંડી થતાં ઈડર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બંને ગુનામાં વડોદરાના ગજેન્દ્રસિંહ ભારતસિંહ જાદવ(ગ્લેસીયર કોમ્પ્લેક્સ જેતલપુર રોડ તેમજ આમ્રકુંજ સોસાયટી, ખોડીયાર નગર, વડોદરા, મૂળ રહે-મોરા ગામ તિલકવાડા) નું નામ ખુલતા ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી ગજેન્દ્રને ઝડપી પાડ્યો છે.






Leave a comment