આજે, સોમવાર 21 એપ્રિલના રોજ, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 855 પોઈન્ટ વધીને 79,408 પર બંધ થયો. તેમજ, નિફ્ટીમાં પણ 273 પોઈન્ટનો વધારો જોવા મળ્યો અને તે 24,125 ના સ્તરે બંધ થયો.
બેંક નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો. તે 1,014 પોઈન્ટ વધીને 55,304 પર બંધ થયો. આજે બેંકિંગ ઉપરાંત, આઇટી અને મેટલ શેર પણ તેજીમાં છે. ઇન્ડસઇન્ડ બેંક અને ટેક મહિન્દ્રાના શેરમાં 4%થી વધુનો ઉછાળો જોવા મળ્યો.
- આજે (18 એપ્રિલ), એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઆ 429 પોઈન્ટ (1.24%) ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી 2,484 પર સ્થિર ટ્રેડ થઈ રહ્યો છે.
- ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.30% વધીને 3,286 પર ટ્રેડ થઈ રહ્યો છે. દરમિયાન, હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સમાં આજે કારોબાર થઈ રહ્યો નથી.
- 17 એપ્રિલના રોજ, યુએસ ડાઉ જોન્સ 527 પોઈન્ટ (1.33%) ઘટીને બંધ થયો અને નેસ્ડેક કમ્પોઝિટ 20 પોઈન્ટ (0.13%) ઘટીને બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 7 પોઈન્ટ (0.13%)ના નજીવા વધારા સાથે બંધ થયો.
બજારમાં તેજીના 3 કારણો:
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 90 દિવસની કામચલાઉ ટેરિફ રાહતથી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ચર્ચાઓને વેગ મળવાની અપેક્ષા છે.
- ભારતથી વિપરીત, અમેરિકા દ્વારા ચીનને ટેરિફમાં છૂટ આપવામાં આવી નથી. આનાથી ભારતીય નિકાસકારોને ટૂંકા ગાળામાં સ્પર્ધાત્મક ફાયદો મળી શકે છે.
- વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યા છે. ૧૭ એપ્રિલના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ ૪,૬૬૭.૯૪ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. જોકે, સ્થાનિક રોકાણકારો (DII) એ 2,006.15 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ અઠવાડિયે FII એ કુલ ₹14,670.14 કરોડના શેર ખરીદ્યા. તે જ સમયે, DII એ ₹ 6,470.52 કરોડના શેર વેચ્યા.






Leave a comment