– ૧૦ ઘરાનાના ૪૦ વિધાર્થીઓ મેડિકલ ક્વિઝમાં જોડાયા
– પ્રથમ મોરેના ઘરાનાને રૂ.૨0૦૦૦ અને દ્વિતીય શારદા ઘરાનાને રૂ.૧૦૦૦૦ ઇનામ
– GPL મેડિ. ક્વિઝ સ્પર્ધા અત્યારે રમાતી IPL તર્જ ઉપર યોજાઈ
અદાણી મેડિકલ કોલેજમાં ગુરુ શિષ્ય ઘરાનાની ભારતીય પરંપરાના વારસાને આધુનિક સ્વરૂપે વણી લેતી મેન્ટર શિપ હાઉસ સિસ્ટમ અંતર્ગત વિધાર્થીઓના મેડિકલ જ્ઞાનમાં અભિવૃધ્ધિ થાય હેતુસર હાલે રમાતી IPLની તર્જ ઉપર યોજાયેલી ગેઈમ્સ પ્રીમિયર લીગ ક્વિઝ સ્પર્ધામાં ૧૦ ઘરાના ૪૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં એકધારી ૪ કલાક ચાલેલી આ સ્પર્ધાના નોક આઉટ,સેમી ફાઈનલ અને ફાઈનલ રાઉન્ડના અંતે મોરેના ઘરના પ્રથમ અને શારદા ઘરાના ટીમ રનર્સઅપ ઘોષિત કરવામાં આવી હતી.પ્રથમ વિજેતાને રૂ.૨૦,૦૦૦ અને બીજા સ્થાને રહેનારને રૂ.૧૦,૦૦૦નું ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,અહીં અભ્યાસ કરતા વિધાર્થીઓને કોલેજ અને હોસ્ટેલમાં ઘર જેવો જ માહોલ મળી રહે એ માટે ગેઈમ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ ઘરાના શૈલી અપનાવી છે. આ ઘરાનામાં નાલંદા, મિથિલા, તક્ષશિલા, વલ્લભી, પુષ્પગિરિ, જગદલ્લા, મોરેના, શારદા, વિક્રમશીલા અને નાગાર્જુનાનો સમાવેશ થાય છે.જેમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ સમાવાયા છે.
પ્રારંભમાં સ્પર્ધાને દીપ પ્રગટ્ય કરી ખુલી મુકાઈ હતી.ગેઈમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ કહ્યું કે,આવી સ્પર્ધામાં હાર જીત નહીં પણ જોડાવું મહત્વનું છે.જ્યારે કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે સામેલ વિધાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે,આવી કવિઝથી નોલેજ અપડેટ બનશે.અધિક મેડિ.સુપ્રિ. ડો.વિવેક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ક્વિઝ માસ્ટર તરીકે ડો.નીરવ નિમાવત અને ડો.રિચા માંગેરિયા રહ્યા હતા.જ્યારે એંકર તરીકે હર્ષ દેત્રોજા અને કાલિન્દી રાજગોર રહ્યા હતા. આ સ્પર્ધાની કોર કમિટીમાં ડો.અજીત ખીલનાની, ડો.પારસ પારેખ, ડો.હિતેશ આસુદાની, ડો.દિનેશ શર્મા, ડો.ધારા ગોસ્વામી અને ડો.મોનાલી જાની હતા.
તમામ ૧૦ ટીમો અલગ અલગ કલરના ટી શર્ટ સાથે જોડાઈ હતી. ઓડિટોરિયમમાં સ્ટેડિયમનો માહોલ ઊભો કરાયો હતો ને ક્વિઝ માસ્ટરના સવાલના ત્વરિત પ્રત્યુત સામે ચિયર્સ અપ સ્વરૂપે પ્રતિભાવ આપતી ટીમે જાણે બાઉન્ડ્રી કે ઓવર બાઉન્ડ્રી ફટકારી હોય તેમ અભિવાદન કરાતું હતું. પ્રથમ આવનાર મોરેના ટીમમાં અંશ,હર્ષ,ખુશી અને પ્રીતિ જ્યારે દ્વિતીય રહેનાર શારદા ઘરાનામાં સ્વર,ઝીલ, ફ્રેયા,નિશા રહ્યા હતા.






Leave a comment