કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચૈત્ર માસમાં ભીષણ ગરમીએ જનજીવનને અસર કરી છે. થોડા દિવસો પહેલા પવનથી મળેલી રાહત બાદ ફરી એકવાર તાપમાનમાં વધારો નોંધાયો છે. ભુજ અને અંજાર-ગાંધીધામમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. કંડલા એરપોર્ટ વિસ્તારમાં ગઈકાલે તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ આ વિસ્તારમાં ઊંચું તાપમાન જળવાઈ રહ્યું છે.
જિલ્લા મથક ભુજમાં આજે બપોરે 3 વાગ્યે તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે ગરમીના મોજાની કોઈ ચેતવણી જારી કરી નથી. જોકે, આવનારા દિવસોમાં મહત્તમ તાપમાન શનિવાર સુધી 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.






Leave a comment