સેન્સેક્સ 589 પોઈન્ટ ઘટીને 79,212ની સપાટીએ બંધ

આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, 25 એપ્રિલે, સેન્સેક્સ 589 પોઈન્ટ અથવા 0.74% ઘટીને 79,212 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 207 પોઈન્ટ અથવા 0.86%નો ઘટાડો થયો. તે 24,039ના સ્તરે બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો થયો. અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક અને ઝોમેટોના શેર લગભગ 3.50% ઘટીને બંધ થયા. ટીસીએસ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરમાં નજીવો ઉછાળો જોવા મળ્યો.

નિફ્ટીના 50 માંથી 41 શેર ઘટ્યા. NSEના નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.24%નો ઘટાડો થયો. તેમજ, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2%થી વધુનો ઘટાડો થયો. આઇટી ઇન્ડેક્સ 0.72% વધ્યો.

ગઈકાલ પહેલાં એટલે કે 24 એપ્રિલ સુધી બજારમાં સતત સાત દિવસ સુધી તેજી જોવા મળી હતી. 24 એપ્રિલના રોજ IT ક્ષેત્રે વેગ પકડ્યો. આટલા વધારા પછી રોકાણકારોએ નફો મેળવવાની શરૂઆત કરી. ખાસ કરીને આઇટી અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં વધુપડતા વેચાણને કારણે આવું થઈ શકે છે. આ ક્ષેત્રોએ તાજેતરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે.

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ પછી પાકિસ્તાને લગભગ તમામ દ્વિપક્ષીય કરારો પણ સ્થગિત કરવાનું જાહેર કર્યું અને જો ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો એ એક્ટ ઓફ વોર હશે. બંને દેશો વચ્ચેના આ તણાવને કારણે રોકાણકારો સાવધ બન્યા છે, જેના કારણે ઇક્વિટી માર્કેટમાં વેચવાલી વધી છે.

  • 24 એપ્રિલના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 487 પોઈન્ટ (1.23%), નાસ્ડેક કમ્પોઝિટ 458 પોઈન્ટ (2.74%) અને S&P 500 ઈન્ડેક્સ 109 પોઈન્ટ (2.03%) વધીને બંધ થયો.
  • એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઈ 488 પોઈન્ટ (1.39%) વધીને 35,527 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી 28 પોઈન્ટ (1.10%) વધીને 2,550 પર ટ્રેડ થયો.
  • ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.15% વધીને 3,302 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.30% વધીને 22,195 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • 24 એપ્રિલના રોજ વિદેશી રોકાણકારો (FII)એ 8,250.53 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે ભારતીય સ્થાનિક રોકાણકારો (DII) એ 534.54 કરોડ રૂપિયાના નેટ શેર વેચ્યા.
  • જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ નાણાકીય વર્ષ 2025 માટે નવા બિઝનેસ પ્રીમિયમમાં રૂ. 2,26,669.91 કરોડ એકત્ર કર્યા. આમાં વ્યક્તિગત નવા બિઝનેસમાંથી રૂ. 62,404.58 કરોડનો રેકોર્ડ સમાવેશ થાય છે.
  • નાણાકીય વર્ષ 25 માટે વ્યક્તિગત નવા બિઝનેસ પ્રીમિયમમાં વાર્ષિક ધોરણે 8.35%ની વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ 25 માટે ગ્રુપ પ્રીમિયમ 0.40% ઘટીને રૂ. 1,64,265.34 કરોડ થયું, જે ગયા વર્ષના રૂ. 1,64,925.89 કરોડ હતું.
  • નાણાકીય વર્ષ 25માં LICએ 1.78 કરોડ નવી પોલિસી વેચી. વ્યક્તિગત પ્રીમિયમ સેગમેન્ટમાં 10.75%નો વધારો જોવા મળ્યો. ગ્રુપ પ્રીમિયમ રૂ. 26,885.33 કરોડ રહ્યું, જે ગયા વર્ષના રૂ. 27,251.74 કરોડથી 1.34% ઓછું છે.
  • આ ડેટા જાહેર થયા પછી આજે LIC ના શેર ₹6.05 અથવા 0.74% ઘટીને ₹814.60 પર બંધ થયો. આ વર્ષે સ્ટોક લગભગ 10% ઘટ્યો છે તેમજ એક વર્ષમાં સ્ટોક 17%થી વધુ ઘટ્યો છે.

સતત 7 દિવસના વધારા પછી શેરબજારમાં ગઈકાલે, એટલે કે ગુરુવાર, 24 એપ્રિલે ઘટાડો થયો. સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79,801 પર બંધ થયો. નિફ્ટી 82 પોઈન્ટ ઘટીને 24,247 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં ઘટાડો થયો. હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં 4%થી વધુનો ઘટાડો થયો. આ ઉપરાંત ઝોમેટો, એરટેલ અને ICICI બેંકના શેર 1% ઘટીને બંધ થયા. એ જ સમયે ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રાના શેરમાં 3.3%નો ઘટાડો થયો.

નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેરોમાં ઘટાડો થયો. NSEના નિફ્ટી રિયલ્ટી અને FMCG ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.41%નો ઘટાડો થયો. આ ઉપરાંત ઓટો, આઈટી અને બેંકિંગમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો.

Leave a comment

Trending