– ખાનગીમાં જરૂરી તમામ રસીઓ મુકાવતા એક થી દોઢ લાખ ખર્ચ સામે અત્રે વિનામૂલ્યે: રાજ્ય સરકારનું યોગદાન
દર વર્ષે ૨૪ થી ૩૦ એપ્રિલ દરમિયાન ઉજવાતા વિશ્વ રસીકરણ વીક દરમિયાન અત્રે અદાણી સંચાલિત Gaims જી.કે.જનરલ હોસ્પિટલના બાળ સ્વાસ્થ્ય વિભાગના તબીબોએ બાળકોના માતા પિતા અને વડીલોને રસીકરણનું મહત્વ સમજાવી, તેમના બાળકો કે કોઈપણ વ્યક્તિ રસીથી વંચિત રહે નહીં તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાનીએ કહ્યું કે,રસીકરણ માત્ર વ્યકિતને જ નહીં, પૂરા સમાજને તંદુરસ્ત રાખવાની મુહિમ છે. બાળકોથી લઈ દરેક વ્યક્તિ માટે રસીકરણ આવશ્યક છે. કેટલાક રોગના ઇલાજથી બચવું હોય તો રસીકરણ જરૂરી છે.આજથી વર્ષો પહેલાં જે રોગ જાન લેવા હતા તે આજે લગભગ નાબૂદ થવા આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે,જે રસીકરણ ખાનગી હોસ્પિટલમાં તમામ રસીઓ મુકાવતા અંદાજે એક થી બે લાખનો ખર્ચ થાય છે તે રસી અત્રેની હોસ્પિટલના ઓપીડીમાં કાર્યરત ૧૪ નંબરના રૂમમાં વિનામૂલ્યે થાય છે. નેશનલ ઇમ્યુનિઝાઈસેન સીડયુલ પ્રોગ્રામમાં મુજબની રસી મુકવામાં આવે છે.
તેમણે રસીઓ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે,જન્મ સાથે જ રસી આપવાનું શરૂ થાય છે.જન્મથી ૬,૧૦ અને ૧૪માં અઠવાડિયા સુધીના બાળકને નિયત સમયે હિપેટાઇટિસ બી.,બીસીજી (ટી.બી.) અને ઓરલ પોલિયો વેક્સિન.ત્યારબાદ બીજા તબ્બકામાં પંચગુણી રસી જેમાં ડિપ્થેરિયા, ટીટેનસ,ખાંસી (પર્ટુસિલ) વિગેરે જેવી રસીનો સમાવેશ થાય છે.આ સાથે રોટાવેક્સિન,ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન સહિતની તમામ રસીનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર તરફથી લગભગ તમામ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ મુજબ અત્રે રસીઓ આવે છે.એક સમયે જ્યારે બાળ મૃત્યુદર વધુ હતું, તેમાં હવે રસીકરણને કારણે મૃત્યુ પ્રમાણ લગભગ સદંતર ઘટી ગયું છે.રસી બાળકો થી લઈ ૧૮ વર્ષ સુધી મુકવાની હોય છે.ઉપરાંત ગર્ભવતી મહિલા,રેબિસ,યાત્રા પ્રવાસ, ટીટેનસ અથવા તો મહામારી જેવી સ્થિતિમાં વખતો વખત રસી મૂકવામાં આવે છે.
રસી શરીરને રોગ સામે લડવાની શક્તિ આપી તૈયાર કરે છે.






Leave a comment