ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અસેસમેન્ટ યર 2025-26 માટે આઈટીઆર ફોર્મ 1 અને ફોર્મ 4 (ITR-1, ITR-4) જાહેર કર્યું છે. જેની મદદથી રૂ. 50 લાખ સુધીની કુલ આવક ધરાવતા વ્યક્તિઓ અને સંસ્થાઓ રિટર્ન ફાઈલ કરી શકે છે. નાણાકીય વર્ષમાં રૂ. 1.25 લાખ સુધીનું લોંગ ટર્મ કેપિટલ ગેઈન ધરાવતા લોકો ITR-1 ફાઈલ કરે છે. પહેલાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ITR-2 ભરવાનું રહેતું હતું.
નોટિફિકેશન અનુસાર, 50 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિ, એચયુએફ, કંપનીઓ, નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-માર્ચ)માં બિઝનેસ, અન્ય પ્રોફેશનલ્સ આઈટીઆર ફાઈલ કરી શકે છે. મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કરદાતાઓ આઈટીઆર ફોર્મ 1 (સહજ) અને આઈટીઆર ફોર્મ 4 (સુગમ) હેઠળ રિટર્ન ફાઈલ કરે છે.
આઈટીઆર ફોર્મ 1 (સહજ) અને આઈટીઆર ફોર્મ 2માં નવા ફીચર્સના કારણે લોકો સરળતાથી તેનો ઉપયોગ કરી રિટર્ન ફાઈલ કરી શકે છે. તેમાં આઈટીઆર ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે. સહજમાં રૂ. 50 લાખની વાર્ષિક આવક હોય, મકાન સંપત્તિ, અન્ય સ્રોતો તથા કૃષિ આવક રૂ. 5000 પ્રતિ વર્ષ હોય તેવા લોકો સહજ હેઠળ આઈટીઆર ફાઈલ કરી શકે છે. જેમની આવક રૂ. 50 લાખ સુધી હોય અને પ્રોફેશનલ હોય તેવા એચયુએફ, કંપનીઓ સુગમ હેઠળ રિટર્ન ફાઈલ કરે છે. બિઝનેસ, પ્રોફેશનલ ન હોય એવા એચયુએફ અને કરદાતાઓ આઈટીઆર-2 હેઠળ રિટર્ન ફાઈલ કરે છે. જ્યારે પગારદારો મોટાભાગે ફોર્મ-16 મારફત આઈટી રિટર્ન ફાઈલ કરે છે.






Leave a comment