વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કરતાની સાથે એક નવા યુગના મંગલાચરણનો આરંભ થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કરતાની સાથે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગના મંગલાચરણનો આરંભ થયો છે. કેરલ સ્થિત વિઝિંજમ પોર્ટ ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપારિક દ્રષ્ટિએ નિર્ણાયક બનાવશે. ભારતના પ્રથમ ઓટોમેટેડ બંદર તરીકે વિઝિંજામ પોર્ટ મેનેજમેન્ટ અને કામગીરીમાં નવા માપદંડો સર કરી રહ્યું છે. અરબ સાગર અને હિન્દ મહાસાગરમાં વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં લોજિસ્ટિક્સ હબ તરીકે તે દેશને સહભાગી જ નહીં, પરંતુ અગ્રણી પ્લેયર તરીકે સ્થાન આપશે.

દરિયાઈ વેપારમાં અગ્રણી વૈશ્વિક ખેલાડી

વ્યૂહાત્મક રીતે વિઝિંજામ ભારતના વિશાળ દરિયાઈ ક્ષેત્રે બંધબેસે છે. જેમ જેમ ચીન શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનમાં ગ્વાદરમાં તેની હાજરી વધારી રહ્યું છે, તેમ તેમ ભારત પણ માળખાગત સુવિધાઓ સાથે આ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટથી માત્ર 10 નોટિકલ માઈલ દૂર વિઝિંજામ એક મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ હબ બનશે, જે કોલંબો, સિંગાપોર અને દુબઈ જેવા બંદરો પર ભારતની નિર્ભરતા ઘટાડશે. વિઝિંજામ પોર્ટનો 20 મીટરનો કુદરતી ડ્રાફ્ટ સતત ડ્રેજિંગ વિના અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) ને લંગરવા કરવા સક્ષમ છે.

કેવી રીતે બન્યું વિઝિંજામ બંદર?

વિઝિંજામ ખાતે ઊંડું સમુદ્રી બંદર સ્થાપવાના પ્રયાસો 1991માં શરૂ થયા હતા. સુરક્ષાની ચિંતાઓ, બોલી લગાવવા સંબંધિત કાનૂની વિવાદો અને રોકાણકારોના રસનો અભાવ જેવા અનેક પડકારોને પાર કરી ઓગસ્ટ 2015માં કેરળ સરકારે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર સી-પોર્ટ વિકસાવવા માટે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડ (APSEZ) સાથે કરાર કર્યા હતા. બોલી લગાવનાર એકમાત્ર અદાણી પોર્ટ્સને ૨૦૧૫માં તેને પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો.

અમલીકરણમાં અનેક પડકારોને કર્યા પાર

કુદરતી આફતો, બ્રેકવોટર, સામગ્રીની અછત, ચૂનાના પથ્થરની અછત, દરિયાકાંઠાના ધોવાણ અને આજીવિકાના નુકસાનને લગતી આશંકાને કારણે થતા આંદોલનો, કોવિડ-૧૯ રોગચાળા જેવી આપદાઓને પાર કરી વિઝિંજામ પોર્ટ આજે અડીખમ ઉભુ છે. અદાણી જૂથે ધીરજ અને પરિપક્વતાથી પડકારોનો સામનો કરી પ્રયાસોને પરિણામ સુધી પહોંચાડ્યા છે.

ફેડરલ સ્ટ્રક્ચનું ઉત્તમ મોડેલ

વિઝિંજામ પોર્ટનું ફંડીંગ માળખુ સહકારી સંઘવાદનું એક ઉત્તમ મોડેલ છે. તેમાં કેરળ 61.5% હિસ્સો ધરાવે છે, કેન્દ્ર 9.6% હિસ્સો ધરાવે છે, અને APSEZ 28.9% હિસ્સો ધરાવે છે. ડાબેરી શાસિત રાજ્ય, એક ખાનગી ઉધ્યોગ જુથ અને કેન્દ્ર સરકારનું આ દુર્લભ સંરેખણ પ્રોજેક્ટના રાષ્ટ્રીય મહત્વને દર્શાવે કરે છે. અદાણી ગ્રુપે વિઝિંજામ ઇન્ટરનેશનલ સી-પોર્ટ પ્રોજેક્ટમાં પહેલાથી જ ₹4500 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

રોજગારી સર્જન, આર્થિક ઉત્થાન અને રાજદ્રારી લાભો

વિઝિંજામની વ્યુહાત્મક સ્થાન અને ભવિષ્યમાં દરિયાઈ વેપારની વિકાસયાત્રામાં દેશને સિંહફાળો આપશે. વિઝિંજામ પોર્ટ રોજગાર સર્જનમાં ઉલ્લેખનીય રહ્યું છે. તેમાં પહેલેથી જ, 5,500 સીધી નોકરીઓનું સર્જન થયું છે. આગામી વર્ષોમાં વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ અને સપોર્ટ સેવાઓમાં વધુ હજારો નોકરીઓ ઉભી થવાની આશા છે. કેરળમાં તેનાથી આર્થિક વિકાસ થશે તેમાં કોઈ શંકા નથી. વળી આ વેપાર દેશ માટે સાર્વભૌમત્વ અને ઈન્ડો-પેસિફિક રિજનમાં રાજદ્વારી લાભ વધારે છે.

ટકાઉપણા આધારિત સંરચના અને ભવિષ્યમાં વિસ્તરણની

પર્યાવરણીય રીતે વિઝિંજામ ટકાઉપણા આધારિત સંરચના ધરાવે છે. તેની કુદરતી ઊંડાઈ ડ્રેજિંગની જરૂરિયાતો ઘટાડે છે, જ્યારે ઇલેક્ટ્રિફાઇડ ક્રેન્સ, કિનારાની શક્તિ અને ESG-અનુરૂપ કાર્ગો હેન્ડલિંગ વૈશ્વિક પર્યાવરણીય ધોરણો સાથે સુસંગત છે. નવીનતમ ટેકનોલોજી સાથે 2028 સુધીમાં 5 મિલિયન TEUs સુધી ક્ષમતા વધારવાની યોજના સાથે વિઝિંજામ ભારતના દરિયાઈ માળખાગત સુવિધાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

Leave a comment

Trending