જી કે જન. હોસ્પિ. માં નવજાતની કિડની બગડતા ૨૭ દિવસની સઘન સારવાર બાદ મળ્યું નવજીવન

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં કચ્છની એક ખાનગી હોસ્પિટલમાંથી બગડેલા શ્વસન સહિતની જુદી જુદી શારીરિક પરિસ્થિતિ અને કિડનીની નિષ્ફળ જઈ રહી હોવાના સંકેત સાથે દાખલ નવજાતને  પેરિટોનિયલ ડાયાલિસિસ જેવી સઘન સારવાર બાદ યુરિનને લગતી તમામ અડચણ દૂર કરી ૨૭ દિવસ બાદ નવજાતને નવજીવન આપ્યું.

હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. તીલવાણીએ શિશુની સફળ સારવાર બાદ જણાવ્યું કે,ખાનગી હોસ્પીટલમાં અધૂરા મહિને જન્મેલા બાળકને શ્વસન અને સંક્રમણની સ્થિતિ ઉપરાંત કિડની નિષ્ફળ જઈ રહી હોવાની સમસ્યા તથા શરીરમાં સોજા સાથે અત્રે દાખલ થયું. તેને તાત્કાલિક NICUમાં લઈ સારવાર શરૂ કરવામાં આવી. વેન્ટિલેટર,એન્ટિબાયોટિક અને FFP જેવી સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરંતુ શિશુની સ્થિતિ યથાવત જ નહીં, વધુ બગડવા લાગતા તબીબોએ ગાંધીધામ સ્થિત બાળરોગ નેફ્રોલોજીસ્ટ ડો.જયા વરલાનીનો સંપર્ક કર્યો. તબીબ સાથે પરામર્શ કરી  તેમના માર્ગદર્શન મુજબ પેરિટોનિયલ  ડાયાલિસિસ(PD)શરૂ કર્યું.સારવારના ત્રણ દિવસ પછી શિશુના શરીરે પ્રતિસાદ આપવાનું શરૂ કરતાં  ધીમે ધીમે યુરિન પસાર થવા લાગ્યું.આવા ૯૬ PD બાદ કીડનીનું કામ સાચી દિશા તરફ આગળ વધતાં આ જ સારવાર ચાલુ રાખવામાં આવી. પૂરા ૨૭ દિવસના અંતે શિશુ સ્વસ્થ બનતા રજા આપવામાં આવી.

આ સારવારમાં બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખા થડાનીનું માર્ગદર્શન તથા સર્જરી વિભાગના ડો.સિધ્ધાર્થ શેઠીઆ ઉપરાંત બાળરોગ વિભાગના ડો. યશ્વી દતાણી, ડો.તરલ કેસરાણી તેમજ નર્સિંગ સ્ટાફ વિગેરે મદદરૂપ બન્યા હતા.

Leave a comment

Trending