હૈદરાબાદ સામે ની જીત સાથે ગુજરાત પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

IPLની વર્તમાન સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાં પાછળ છે. ટીમનો ગુજરાત ટાઇટન્સ સામે 38 રનના માર્જિનથી પરાજય થયો. હૈદરાબાદ 10માંથી 7 મેચ હારી ગયું છે, જ્યારે ગુજરાતે સીઝનમાં તેની 7મી જીત નોંધાવી છે.

હૈદરાબાદે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 186 રન જ બનાવી શક્યું.

ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે 76 રન બનાવ્યા. જ્યારે જોસ બટલર 64 રન બનાવીને આઉટ થયો હતો. સાઈ સુદર્શને 48 રનની ઇનિંગ રમી. SRH માટે જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 74 રન, હેનરિક ક્લાસેને 23 રન બનાવ્યા. GT માટે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ લીધી.

Leave a comment

Trending