જી. કે. જન. હોસ્પિ.ના સર્જરી વિભાગે લેપ્રોસ્કોપિક પડકાર રૂપ ઓપ.કરી યુવાનને અનાજ પાણી લેતો કર્યો

અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલમાં સર્જરી વિભાગે યુવાનના પાચનતંત્રમાં જઠરને જોડતા અન્નનળીના ભાગ વચ્ચે સ્નાયુ આવી જતાં  ખોરાક કે પ્રવાહી ગળી ન શકવાને કારણે દુર્લભ અને ગંભીર કહી શકાય તેવી એકલેશીયા કાર્ડિયા જેવી સ્થિતિ સર્જાતા લેપ્રોસ્કોપિક દ્વારા સફળ ઓપરેશન કરી તેને ખાતો પીતો કર્યો.

સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા મુજબ,૩૫ વર્ષના કચ્છના યુવાનને અનાજ કે પ્રવાહી ગળવામાં મુશ્કેલી હતી, તે જે કંઈ  લેતો તે મોઢામાં પરત આવતું અને સતત ઉલટી થતી પરિણામે શરીર ક્ષીણ થઈ ગયું હતું,છાતીમાં દુખાવો અને રાત્રે શ્વાસ લેવામાં સમસ્યાની ફરિયાદ સાથે અત્રે આવતા તેના મેડિકલ ટેસ્ટના અંતે એકલેશીયા કાર્ડિયા જણાતા તેનું ઓપરેશન જરૂરી બન્યું હતું.

એસો.પ્રોફે.અને સર્જન ડો.હિરલ રાજદેએ ઓપરેશન બાદ કહ્યું કે, પાચનતંત્રના મહત્વના ભાગ સમાન અન્નનળીના જઠરને જોડતા ભાગના સ્થળે સ્નાયુ આડે આવી જતાં અનન્નળીમાંથી પસાર થતો ખોરાક કે પ્રવાહી જઠરમાં પહોંચવાને બદલે ઊલટી થઈને બહાર આવી જતો, જે પાચન પ્રણાલીમાં એકલેશીયા કાર્ડિયા તરીકે  દુર્લભ અને ગંભીર રોગ ગણાય છે. ગળવામાં બાધારૂપ સ્નાયુનનું જઠરને નુકસાન ન થાય તે રીતે  ઓપરેશન કરી યુવાનને અનાજ પાણી લેવા સક્ષમ બનાવ્યો. આ પ્રકારની સર્જરી પડકાર રૂપ ગણાય છે.

આ ઓપરેશનમાં  જનરલ સર્જન ડો.દર્શન લીંબાણી અને ડો.કિશન મીરાણી જોડાયા હતા.તેમના જણાવ્યા મુજબ આવું થવા પાછળ જન્મજાત કારણ,વિશિષ્ટ વાયરસનો ચેપ કે કુદરત નિર્મિત સ્થિતિથી થાય છે.ઘણીવાર દર્દી આ સ્થિતિને એસિડિટી સમજીને પણ અવગણે છે.

Leave a comment

Trending