સ્થાનિક યુવાધનને રોજગારીની તકો પૂરી પાડવામાં અદાણી જૂથ હંમેશા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં મુંદ્રા ખાતે સ્થાનિક યુવાઓ માટે ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશને અદાણી સ્કિલ એન્ડ એજ્યુકેશન અને મુન્દ્રા પોર્ટના સહયોગથી શિવ નૌટિકા હોટેલ ખાતે સ્થાનિક જોબ ફેરનું આયોજન કર્યું હતું. જેમાં યુવાનોની રોજગાર ક્ષમતામાં સુધારો કરી તેમને કાર્યકુશળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અદાણી જૂથનો આ પ્રયાસ મુંદ્રા અને તેની આસપાસના સ્થાનિક સમુદાયને સશક્ત બનાવવાનો છે.
આ ભરતી મેળામાં આસપાસના 200 થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધોરણ 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક અને સ્નાકોતર યુવાઓને વિવિધ જોબ ઓફર કરવામાં આવી હતી. ભરતી મેળામાં એપ્રેન્ટિસ RTG અને GATE ઓપરેટર સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અદાણી સ્કિલ એન્ડ એજ્યુકેશનની આગેવાની હેઠળના તાલીમ કાર્યક્રમો દ્વારા સ્થાનિકોને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરીને તેમને રોજગારીમાં પ્રાથમિકતા આપવાનો હતો.
પોર્ટ ઓફિસરે ઉમેદવારોને વિગતવાર કૌશલ્ય વિકાસ યોજના અને કારકિર્દી માર્ગદર્શન સહિત અદાણી પોર્ટની કામગીરી વિશે સમજ આપી હતી. આ ડ્રાઇવ પહેલાં, અદાણી ફાઉન્ડેશને ગામડાઓ અને અન્ય હિસ્સેદારો વચ્ચે આઉટરીચ પ્રોગ્રામ દ્વારા સાવચેતીપૂર્વક જાગૃતિ ફેલાવી. ASE એ સ્થાનિક તકનીકી સંસ્થાઓ સાથે તેમની ભાગીદારી માટે સંકલન કર્યું હતું.
અદાણી ફાઉન્ડેશન સાથે હાથ ધરાયેલા સર્વેક્ષણોએ યોગ્ય ઉમેદવારોને ઓળખવામાં મદદ કરી ડ્રાઇવની અસરકારકતામાં વધારો કર્યો. પ્રશિક્ષણ કાર્યક્રમમાં 60 થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
ભવિષ્યના ભરતી મેળાની તૈયારીઓ અને તાલીમ તરત જ શરૂ કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે, જે કર્મચારીઓ સાથે તેમના ઝડપી એકીકરણની ખાતરી કરે છે. આ સહયોગી પ્રયાસ અદાણી જૂથની “ગ્રોથ વીથ ગુડનેસ”ની ફિલસૂફીનું જીવંત ઉદાહરણ છે. જે સામાજિક ઉત્થાન માટે સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ સાથે આર્થિક તકો પૂરી પાડવાની નેમ દર્શાવે છે.






Leave a comment