મોટી ઉંમરે લગ્ન કરવાનો પવન ઝોક વધી રહ્યો છે.અગાઉ માત્ર મહિલાઓમાં જ આવું હતું,પરંતુ હવે પુરુષો પણ જલ્દી જલ્દી લગ્ન કરવાથી બચી રહ્યા છે.લગ્ન પછી કેટલીક જવાબદારી પરિપૂર્ણ કર્યા પછી બાળકોને જન્મ આપવાની નવી થિયરી અપનાવાય છે.મહિલા માટે મોડી પ્રેગ્નન્સી માતાના તન મન અને વૈવાહિક જીવન પર પણ અસર કરે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના તબીબો ડો. પ્રફુલ્લા કોટક અને ડો.ચાર્મી પાવાણીના જણાવ્યા મુજબ એક તો લેટ લગ્ન ઉપરથી ઘર,ગાડી,મોજ શોખ,નેશનલ અને ઇન્ટર નૅશનલ પ્રવાસ કરવાની તમન્ના પુરી થાય પછી જ બાળકોનું પ્લાનિંગ કરવાનું વિચારાય છે,ત્યાં સુધીમાં તો નોર્મલ પ્રેગ્નન્સીની ઉમર જ વીતી જાય છે.કહો કે,પ્રેગ્નન્સી મુશ્કેલ બની જાય છે.
માત્ર મોડા લગ્નનો વિચાર જ નહીં,બ્રેકઅપની સમસ્યા પણ વધતી હોવાથી ૪૦ વર્ષ પછી મહિલા માતા બનવાનું આયોજન કરે છે.આવી લાઇફસ્ટાઇલને કારણે PCOS અર્થાત્ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમની સમસ્યા વધે છે.આ એક હોર્મોન અસંતુલન છે, જે પ્રજનન ક્ષમતા ઉપર અસર કરે છે.આ ઉપરાંત મોટી ઉંમર થાય એ સાથે બી.પી.ડાયાબિટીસ,કોલેસ્ટ્રોલ, તણાવ વધે છે બાળક ખોડ ખાંપણવાળું પણ જન્મી શકે છે.
શામાટે છે સલામત ૨૫-૩૦ વર્ષની ઉંમરે માતૃત્વ ધારણ કરવું:
માતૃત્વ માટે ૨૫ થી ૩૦ વર્ષ આદર્શ ઉમર ગણાય છે.કારણકે મોટે ભાગે બહેનો સ્વસ્થ હોય છે.રોગની શક્યતા ઓછી હોય છે.ખાસ કરીને માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા સવિશેષ હોય છે.ભ્રૂણ મજબૂત હોય છે.ગર્ભપાતની શક્યતા ખૂબ ઓછી હોય છે.ખાસ કરીને તણાવ પ્રબંધન પણ કરી શકાય છે.
આમ મહિલાઓ ભણતર,કેરિયર વિગેરેને કારણે મોટી ઉંમરે માતા બનવાનું આયોજન કરે છે જે જોખમી પણ સાબિત થઈ શકે.માતૃત્વ મહિલાઓ માટે વરદાન છે.બાળકના જન્મ સાથે માં ને નવો જન્મ મળે છે.માતા બનવાનું સુખ અવર્ણનીય છે.






Leave a comment