– સર્જરી વિભાગ દ્વારા અંડાશય,બ્રેસ્ટ કેન્સર, મળદ્વાર, આંતરડા, સ્વાદુપિંડ અને હાથની સ્કિનના કેન્સર સહિતના થયા ઓપરેશન
અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલની સર્જરી શાખા અંતર્ગત કાર્યરત સર્જિકલ એન્કોલોજી વિભાગ દ્વારા છેલ્લા ચાર માસમાં સરેરાશ ૪૦ જેટલા જુદાજુદા કેન્સરના ઓપરેશન કરાયા છે.
હોસ્પિટલના સર્જીકલ ઓન્કોલોજિસ્ટ(કેન્સર વિશેષજ્ઞ)ડો.હેત સોનીએ તબક્કાવાર આ સર્જરી કરી છે અને મોટાભાગના કેન્સરના દર્દીઓ કીમો થેરાપી મેળવી રાહતનો શ્વાસ લીધો છે.આ તમામ દર્દીઓ અત્રે હોસ્પિટલમાં ફોલો અપ માટે આવે છે,એટલુંજ નહીં,જરૂરિયાત ઊભી થાય તો મોબાઈલ મારફતે પણ માર્ગદર્શન તબીબ પાસેથી મેળવે છે.
આ ઓપરેશનમાં સ્તન કેન્સર જેમાં સ્તન કાઢવાના કે બચાવવાના, અંડાશયના,મોટા આંતરડાના કેન્સર, મળદ્વારના કેન્સર,સ્વાદુપિંડના કેન્સર,ટેસ્ટિસનું કેન્સર અને હાથની સ્કિનના કેન્સરના ઓપરેશનનો પણ આમાં સમાવેશ થાય છે.
આવા ઓપરેશન દરમિયાન સર્જનને આવું લાગે કે કેન્સર શરીરના અન્ય હિસ્સામાં છે કે કેમ તે જાણવા તત્કાલ બાયોપ્સી કરી શકાય તેવી સગવડ અત્રે ઉપલબ્ધ છે,જેને ઇન્ટ્રા ઓફ ફ્રોઝન બાયોપ્સી કહેવાય છે.તમામ કેન્સરના દર્દીના ઓપરેશન કે સારવાર કે પરીક્ષણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ જ કરવામાં આવે છે. એમ ઑન્કોપેથોલોજિસ્ટ ડો.પાયલ સોનીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બાયોપ્સી ટેસ્ટ માટે અમદાવાદ નમૂના મોકલવા પડતા હતા જે હવે અત્રે જ થાય છે.
ઓન્કોલોજી ઓપરેશન અથવા સર્જીકલ ઓન્કોલોજી એક વિશેષ ચિકિત્સા છે, જેમાં કેન્સર અથવા કેન્સરપૂર્વેની સ્થિતિનો ઉપચાર કરવામાં આવે છે. ઓન્કોલોજીમાં કેન્સરના વિભિન્ન પ્રકારનો ઈલાજ સર્જરીથી કરવામાં આવે છે.






Leave a comment