સેન્સેક્સ 410 પોઈન્ટ વધીને 81,597 પર બંધ

આજે, બુધવાર, 21 મે, અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 410 પોઈન્ટના વધારા સાથે 81,597ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 130 પોઈન્ટની તેજી રહી, તે 24,813ના સ્તરે બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરોમાં તેજી સાથે બંધ થયા. બજાજ, ફિનસર્વ, ટાટા સ્ટીલ, સન ફાર્મા સહીત કુલ 8 શેરોમાં 2%ની તેજી રહી, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક સહીતના 6 શેરમાં 1%નો ઘટાડો રહ્યો.

નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSEના ફાર્મા ઇન્ડેક્સમાં 1.51%, હેલ્થ કેરમાં 1.26% અને રિયલ્ટીમાં 1.08%નો વધારો થયો છે. જ્યારે, આઇટી, મેટલ અને સરકારી બેંકિંગ સેક્ટરમાં સામાન્ય તેજી છે.

  • એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ લગભગ 40 પોઈન્ટ (0.10%) ઘટીને 37,500 પર છે. કોરિયાનો કોસ્પી લગભગ 30 પોઈન્ટ (1%) વધીને 2,625 પર કારોબાર કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ 120 પોઈન્ટ (0.50%) વધીને 23,800 પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 13 પોઈન્ટ (0.40%) વધીને 3,393 પર કારોબાર કરી રહ્યો છે.
  • 20 મેના રોજ, યુએસ ડાઉ જોન્સ 115 પોઈન્ટ (0.27%) ઘટીને 42,677 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 73 પોઈન્ટ ઘટીને 19,143 અને S&P 500 23 પોઈન્ટ ઘટીને બંધ થયો.
  • 20 મેના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 10,016.10 કરોડના શેર વેચ્યા હતા જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 6,738.39 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • મે મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂ. 13,240.59કરોડની અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 29,799.01 કરોડની નેટ ખરીદી કરી છે.
  • એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 2,735.02 કરોડ રહી હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન ₹28,228.45 કરોડની નેટ ખરીદી કરી હતી.

ડીઝલ-પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહન ઘટકો બનાવતી કંપની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફર આજે એટલે કે બુધવાર (21 મે)ના રોજ ઓપન થયો છે. રોકાણકારો આ ઇશ્યૂ માટે 23 મે સુધી બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 મેના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 2,150 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપની લગભગ 23.89 કરોડ નવા શેર જારી કરશે. કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં.

બોરાના વીવ્સ લિમિટેડનો IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફર આજથી રોકાણકારો માટે ખુલી ગયો છે. રોકાણકારો આ ઇશ્યૂ માટે 22 મે સુધી બોલી લગાવી શકશે. કંપનીના શેર 27 મેના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 145 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપની લગભગ 67 લાખ નવા શેર જારી કરશે. આ ઇશ્યૂમાં, કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં.

Leave a comment

Trending