ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.ત્યારે વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં તેમના પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પીએમ મોદી અમદાવાદ અને વડોદરામાં રોડ શો કરશે. રોડ શો બાદ દાહોદ અને કચ્છના કાર્યક્રમમાં હાજરી આપશે.
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીના પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વડાપ્રધાન 26 અને 27 મે એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ 26મીએ વડોદરા ખાતે રોડ શો કરશે. ત્યારબાદ દાહોદમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાંથી કચ્છ જશે. કચ્છમાં પણ તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છ બાદ અમદાવાદ આવીને રોડ શો કરશે. 27મી મેના રોડ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતેના રાજભવનમાં કરશે.

Leave a comment