ભારત બનાવી રહ્યું અમેરિકા-ઇઝરાયલ કરતાં વધુ સારી એર ડિફેન્સ સિસ્ટમ

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવનાર ભારતીય વાયુસેના હવે એક નવા સુરક્ષા મિશનમાં વ્યસ્ત છે. ભારતીય વાયુસેના અમેરિકન ગોલ્ડન ડોમ અને ઇઝરાયલના આયર્ન ડોમ કરતાં પણ સારી એર ડિફેન્સ સિસ્ટમ બનાવવા જઈ રહી છે.

ભારતીય વાયુસેના પાસે હાલમાં બે ગુંબજ જેવી જ એર ડિફેન્સ સિસ્ટમ છે, પરંતુ તે ચીન અને પાકિસ્તાનના હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે બનાવવામાં આવી છે.

વાયુસેના હવે સમગ્ર દેશને સંરક્ષણ પૂરું પાડવા માટે સૌથી આધુનિક અને સ્માર્ટ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દુશ્મન વિસ્તારોની આસપાસ હેલિકોપ્ટરથી લોન્ચ કરી શકાય તેવા ડ્રોન પર પણ કામ ચાલી રહ્યું છે. એરફોર્સ ડિઝાઇન બ્યુરોએ આવી ઘણી એરિયલ સિસ્ટમ્સની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.

આ તરફ, રશિયા ટૂંક સમયમાં ઓપરેશન સિંદૂરમાં દુશ્મનના હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી S-400 એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલોની ભરપાઈ કરશે. આ ઉપરાંત, એક કે બે મહિનામાં રશિયા પાસેથી બીજી S-400 સિસ્ટમ મળી જશે. તેની બીજી સ્ક્વોડ્રનની સપ્લાય 2026માં પૂરી પાડવામાં આવશે. એક સ્ક્વોડ્રનમાં 256 મિસાઇલો હોય છે.

વાયુસેનાની નવી ડિફેન્સ સિસ્ટમ એક નોન-રોટેટિંગ AESA રડાર હશે. તે 360 ડિગ્રી કવરેજ સાથેનું સ્ટેટિક રડાર હશે જે એકસાથે 200 દુશ્મન ડ્રોનને શોધી શકશે. તેમજ, એર-માઇન સેન્સર સિસ્ટમ 2 હજાર મીટરની ઊંચાઈએ એક કિલોમીટરની ત્રિજ્યામાં વાતાવરણીય ડિસ્ટરબન્સથી ડ્રોનને ડિટેક્ટ કરશે. આ ઉપરાંત, એરફોર્સ સ્ટીલ્થ કોમ્બેટ ડ્રોન, મીડિયમ એલ્ટીટ્યુડ લોન્ગ એડ્યોરેન્સ યુએવી અને સ્માર્ટ લોઇટરિંગ મ્યુનિશન પર પણ કામ કરી રહી છે.

Leave a comment

Trending