સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, 26 મે ના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 455 પોઈન્ટના વધારા સાથે 82,176 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 148 પોઈન્ટનો વધારો રહ્યો, તે 25,001ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરમાં તેજી છે અને 8માં ઘટાડો રહ્યો. મહિન્દ્રા, HCL ટેક, ટાટા મોટર્સ સહિત કુલ 9 શેર 2.17% વધીને બંધ થયા. ઇટરનલ એટલે કે ઝોમેટોના શેરમાં 4.55%નો ઘટાડો રહ્યો.
નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો વધ્યા અને 12 શેરો ઘટ્યા. NSEના બધા સેક્ટર વધીને બંધ થયા. ઓટો ઇન્ડેક્સમાં 1.05%, મેટલમાં 0.94%, આઇટીમાં 1.02% અને રિયલ્ટીમાં 0.76%ની તેજી રહી.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ લગભગ 250 પોઈન્ટ વધીને 37,400 પર અને કોરિયાનો કોસ્પી 32 પોઈન્ટ (1.26%) વધીને 2,624 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 250 પોઈન્ટ (1.02%) ઘટીને 23,360 પર બંધ રહ્યો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 10 પોઈન્ટ (0.30%) ઘટીને 3,340 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- 23 મેના રોજ, યુએસ ડાઉ જોન્સ 256 પોઈન્ટ ઘટીને 41,603 પર બંધ થયો, નેસ્ડેક કમ્પોઝિટ 188 પોઈન્ટ (1%) ઘટીને 18,737 પર બંધ થયો, અને S&P 500 પણ 39 પોઈન્ટ (0.67%) ઘટીને 5,802 પર બંધ થયો.
- 23 મેના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,794.59 કરોડના શેર ખરીદ્યા હતા અને સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 299.78 કરોડના શેર ખરીદ્યા હતા.
- મે મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂ. 12,191.61 કરોડની નેટ ખરીદી કરી છે અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 34,497.56 કરોડની નેટ ખરીદી કરી છે.
- એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા ચોખ્ખી ખરીદી રૂ. 2,735.02 કરોડ રહી હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન ₹28,228.45 કરોડની નેટ ખરીદી કરી હતી.
ભારતીય લક્ઝરી હોટેલ ચેઇન ‘ધ લીલા’ ની પેરેન્ટ કંપની, સ્ક્લોસ બેંગ્લોર લિમિટેડનો IPO આજે એટલે કે 26 મે ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રિટેલ રોકાણકારો 28 મે 2025 સુધી આ માટે બોલી લગાવી શકાય છે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 3,500 એકત્ર કરવા માંગે છે.
આ IPOમાં, કંપની રૂ. 2,500 કરોડના 5.75 કરોડ નવા શેર જારી કરશે. 1,000 કરોડ રૂપિયાના 2.30 કરોડ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે.

Leave a comment