ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો

,

ટેસ્લાના માલિક અને અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કે ટ્રમ્પ વહીવટ છોડી દીધો છે. તેમણે ભારતીય સમય મુજબ, ગુરુવારે સવારે 5.30 વાગ્યે સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી.

મસ્કે કહ્યું હતું કે ટ્રમ્પના સલાહકાર તરીકેનો મારો સમય પૂરો થઈ ગયો છે. તેમણે આ જવાબદારી માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર માન્યો.

ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની જવાબદારી સોંપી હતી, જેનું કામ સરકારના નકામા ખર્ચને ઘટાડવાનું હતું.

માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે મસ્કને ફક્ત 30 મે, 2025 સુધી DOGE ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા, એટલે કે જ્યારે મસ્કે રાજીનામું આપ્યું ત્યારે તેમનો કાર્યકાળ તેના એક દિવસ પછી જ સમાપ્ત થઈ રહ્યો હતો.

મસ્ક એ બિલનો વિરોધ કરી રહ્યા હતા, જેને ટ્રમ્પે બિગ બ્યૂટિફુલ ગણાવ્યું હતું. DOGE છોડતાં પહેલાં મસ્કે કહ્યું હતું કે DOGEનું કામ ખર્ચ ઘટાડવાનું છે અને આ બિલ એ હેતુ વિરુદ્ધ છે.

બિગ બ્યૂટિફુલ બિલ પર વિવાદ કેમ થયો, 5 મુદ્દા

1. આ બિલ 2017માં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આવકવેરા અને એસ્ટેટ ટેક્સ કાપને વિસ્તૃત કરે છે અને કાયમી બનાવે છે.

2. માં ઓવરટાઇમ, ટિપ્સ અને સામાજિક સુરક્ષા આવક પર નવા કર કાપના નિયમો છે. વ્હાઇટ હાઉસ કહે છે કે જે લોકો વાર્ષિક $30,000થી $80,000 કમાય છે તેમના કરમાં આવતા વર્ષે 15% ઘટાડો થશે.

3. સરહદ સુરક્ષા (ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે) અને યુએસ લશ્કર અને સંરક્ષણને મજબૂત બનાવવા પર વધુ ખર્ચ કરવો.

4. સરકારી ખર્ચમાં નકામા ખર્ચ, છેતરપિંડી અને દુરુપયોગ ઘટાડવો.

5. દેવાંની ટોચમર્યાદા; એટલે કે સરકાર કેટલું દેવું લઈ શકે એની મર્યાદા વધારવી. આ મર્યાદા સમયાંતરે વધારવી પડશે, જેથી સરકાર તેના બિલ અને ખર્ચાઓ પૂરા કરી શકે. જો એમાં વધારો ન થાય તો સરકાર એનાં બિલ ચૂકવી શકશે નહીં.

DOGE છોડવાના એક દિવસ પહેલા, મસ્કે અમેરિકન ટીવી ચેનલ CBSને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- રાજકારણમાં મારે જે કરવાનું હતું તે મેં કર્યું છે. હવે હું દાન નહીં કરું.

વોશિંગ્ટન પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં, મસ્કે કહ્યું હતું કે- ફેડરલ નોકરશાહીની સ્થિતિ મારા વિચાર કરતાં વધુ ખરાબ છે.

આ બંને નિવેદનો સંકેત આપે છે કે મસ્ક પોતાને રાજકારણથી દૂર રાખશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્ક હવે સરકારી ભૂમિકા છોડીને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી તેમની કંપનીઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે.

Leave a comment

Trending