રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં PGના વિવિધ કોર્સમાં પ્રવેશ માટે પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર આજથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.16 જૂને પ્રથમ રાઉન્ડ માટે બેઠક ફાળવવામાં આવશે. બેઠક ફાળવેલ વિધાર્થીઓ પ્રથમ રાઉન્ડ માટે ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી શકશે.
29 મેથી 7 જૂન સુધી GCAS પોર્ટલ પર વિધાર્થીઓ ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકશે. વિધાર્થીઓ રજિસ્ટ્રેશન ફી, શૈક્ષણિક માહિતી ભરીને મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ચેક માર્કને GCAS પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. 29 મેથી 10 જૂન સુધી વિદ્યાર્થીઓએ સબમિટ કરેલી અરજી અને ડોક્યુમેન્ટનું નજીકના વેરિફિકેશન સેન્ટર પર ચકાસણી કરવાની રહેશે. 16 જૂને પ્રથમ રાઉન્ડ માટે વિદ્યાર્થીઓ પ્રવેશની ઓફર કરવામાં આવશે. 18 જૂન સુધી વિદ્યાર્થીઓએ ફાળવેલ પ્રવેશ કન્ફર્મ કરાવી કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે, ત્યારબાદ બીજો, ત્રીજો અને ચોથો રાઉન્ડ થશે.






Leave a comment