રાપર દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી દર મહિનાની 29મી તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પમાં ક્ષેત્રપાલ મોબાઈલના લુહાર પરિવાર દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો. જેમાં ધનસુખભાઈ જાદવજી, વેલજીભાઈ જાદવજી, વિરજી લુહાર, સંજય લુહાર અને પિયુષ લુહારનો સમાવેશ થાય છે.
કેમ્પમાં કુલ 170 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 72 દર્દીઓના મોતિયા અને વેલના ઓપરેશન રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે. દર્દીઓની આવવા-જવાની વ્યવસ્થા માટે ટ્રસ્ટ દ્વારા લક્ઝરી બસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
કેમ્પમાં ડૉ. અલ્કેશભાઈ ખરેડિયા અને વિશાલ મુછડિયાએ સેવાઓ આપી હતી. આ પ્રસંગે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ, દરિયાસ્થાન મંદિર અને લોહાણા સમાજના પ્રતિનિધિઓ રસિકભાઈ આદુઆણી, દિનેશ ચંદે, અરવિંદ દરજી, દેવાભાઈ મેરિયા, શૈલેષ ભીંડે, દાનાભાઈ મારાજ, વિશનજીભાઈ આદુઆણી, નિલેશ કારિયા અને જયેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.






Leave a comment