ગુજરાતનાં 21 જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં બુધવારે મોડી રાતથી રાજ્યભરમાં વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. એવામાં આજે પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરૂવારે (29 મે) રાજ્યના 21 જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સિવાય જૂન મહિનાના પહેલાં અઠવાડિમાં પણ રાજ્યમાં મેઘમહેર રહેવાની શક્યતા છે.

હવમાન વિભાગની આગાહી અનુસાર રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે, 7 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે અને એક જિલ્લામાં છૂટો-છવાયો ધીમો વરસાદ નોંધાશે. 

IMDના રિપોર્ટ અનુસાર, સાંજે 8:30 સુધીમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. આ સિવાય, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં હળવો વરસાદ નોંધાશે તેમજ અમરેલી જિલ્લામાં છૂટો છવાયો ધીમો વરસાદ નોંધાવાની સંભાવના છે. 

રાજ્યમાં આગામી 30 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મે અને 1 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

રાજ્યમાં જૂન મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં આગામી 2-3 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

Leave a comment

Trending