અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) સ્થિત મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે મે 2025 માં 8,51,364 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને એક અસામાન્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે જાન્યુઆરી 2025 માં કરેલ 0.841 MMT ના તેના અગાઉના રેકોર્ડને પણ વટાવી ગયું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ટર્મિનલની કાર્યકારી શ્રેષ્ઠતા અને પ્રવાહી ચીજવસ્તુઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ભારતની વધતી માંગને પહોંચી વળવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.
મુન્દ્રા, અદાણી પોર્ટ્સ, દેશના દરિયાઇ વેપારનો આધારસ્તંભ છે. ગુજરાતમાં કચ્છના અખાત પર વ્યૂહાત્મક રીતે સ્થિત, તે ભારતના દરિયાઇ કાર્ગોનો મોટો જથ્થો અને દેશના કન્ટેનર ટ્રાફિકનો આશરે 33% કરતાં પણ વધુ હિસ્સો સંભાળે છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ જેમકે ઊંડા ડ્રાફ્ટ બર્થ અને રેલ, રોડ અને પાઇપલાઇન દ્વારા મજબૂત કનેક્ટિવિટી,વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) સાથે જોડાણનો સમાવેશ મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે – અદાણી પોર્ટ મુન્દ્રા ભારતીય દરિયાઈ વેપાર માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, જે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં આર્થિક વિકાસને વેગ આપે છે.
વધુમાં, મુન્દ્રા પોર્ટ એક જ નાણાકીય વર્ષમાં 200 મિલિયન મેટ્રિક ટન (MMT) થી વધુ કાર્ગોનું સંચાલન કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય બંદર રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 માં, બંદરે અભૂતપૂર્વ 200.7 MMT નું સંચાલન કર્યું, જે કન્ટેનર વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 20% નો વધારો અને પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 9% નો વધારો દર્શાવે છે.
અમને મુન્દ્રા લિક્વિડ ટર્મિનલ પર આ નવા રેકોર્ડ પર ખૂબ ગર્વ છે, જે ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે,” એમ APSEZ ના પ્રવક્તાએ જણાવ્યું. “અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોનો તેમના વિશ્વાસ બદલ અને અમારા સમર્પિત મેનેજમેન્ટ અને ટીમોનો મુન્દ્રા પોર્ટને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં તેમના અથાક પ્રયાસો બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.”
મુન્દ્રા પોર્ટ અને તેનું લિક્વિડ ટર્મિનલ ભારતીય પોર્ટ ઉદ્યોગમાં બેન્ચમાર્ક સ્થાપિત કરતું રહે છે, જે દરિયાઈ લોજિસ્ટિક્સમાં APSEZ ના પ્રભુત્વ દર્શાવે છે.






Leave a comment