ભારતીય સેનાએ પાર પાડેલા સિંદૂર ઓપરેશનના સન્માનમાં અમદાવાદના જગતપુર બ્રિજ પાસે ‘સિંદૂર વન’ નામક ઓક્સિજન પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાર્કમાં 12 હજાર જેટલા છોડો ઉછેરવામાં આવશે, જેમાંથી 551 છોડ સિંદૂર વૃક્ષના હશે. ત્યારબાદ હવે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર ‘ઓપરેશન સિંદૂર’ને સમર્પિત એક સ્મારક પાર્ક બનાવવાનું કામ કરી રહી છે. આ સ્મારક, જેને ‘સિંદૂર વન’ કહેવામાં આવશે, તે ભારત-પાકિસ્તાન સરહદ પર કચ્છ જિલ્લામાં બનાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્મારક લગભગ દોઢ વર્ષમાં બનીને તૈયાર થવાની આશા છે, તેના માટે હાલ કામ શરૂ થઇ ગયું છે.
સિદૂર વનમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો માટે એક વિસ્તાર સમર્પિત કરવામાં આવશે. પહલગામમાં મૃત્યું પામેલા 26 લોકોમાંથી ત્રણ ગુજરાતના રહેવાસી હતી.
કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે ‘ભુજ-માંડવી રોડ પર મિર્જાપુર હાઇવે પર વન વિભાગની 8 હેક્ટર જમીન આવેલી છે. ત્યાં એક વન કવચ તૈયાર કરવાનું નક્કી કર્યું છે તેનું સિંદૂર વન આપવામાં આવ્યું છે. ‘ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, સેના, વાયુ સેના, બીએસએફ અને અન્ય સુરક્ષા દળો દ્વારા એકતા પ્રદર્શિત કરવાની યાદમાં વન વિભાગ દ્વારા સિંદૂર વન નામથી એક મેમોરિયલ પાર્ક બનાવવાની યોજના છે.
સિંદૂર વનમાં એ વિસ્તાર પણ સામેલ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી 26 મેના રોજ ગુજરાતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન એક જનસભા કરી હતી. અહીં 1971ના યુદ્ધ દરમિયાન ભુજ એર બેઝ રનવેને 72 કલાકની અંદર રિપેર કરવામાં મદદ કરનારી માધાપરની મહિલાઓએ વડાપ્રધાન મોદીને ‘સિંદૂરનો છોડ’ પણ ભેટમાં આપ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘હું આ છોડને વડાપ્રધાન આવાસ લઈ જઈશે, જ્યાં તે એક ‘વટવૃક્ષ’ બની જશે.’
સિંદૂર વન ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત થીમ-બેઝ્ડ મેમોરિયલ પાર્ક હશે. જેમાં 8 હેક્ટર જમીન પર ઔષધીય વનસ્પતિઓ, ઝાડ અને વૃક્ષો સહિત હાઇ ડેન્સિટીવાળા છોડ રોપવામાં આવશે. તેના માટે સ્થાનિક પર્યાવરણ અને જમીનની સ્થિતિને અનુકૂળ સિંદૂરના છોડ સહિત લગભગ 35 છોડની પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી છે.
આ પાર્કમાં સિંદૂરના છોડ મુખ્યત્વે રોપવામાં આવશે અને સાથે જ તેની દીવાલો પર ભીંત ચિત્રો પણ બનાવાશે. “પ્રતિ હેક્ટર 10,000 છોડ રોપવાની યોજના બનાવી છે, જે ભુજના સૌથી ગીચ જંગલોમાંનો એક હશે.






Leave a comment