આજે એટલે કે 5 જૂને શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 444 પોઈન્ટના વધારા સાથે 81,442 પર બંધ થયો. નિફ્ટી પણ 130 પોઈન્ટ વધીને 24,750 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં તેજી રહી અને 10 શેરમાં ઘટાડો રહ્યો. IT, FMCG અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. બીજી તરફ, ઓટો અને સરકારી બેંક શેરોમાં ઘટાડો રહ્યો હતો.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 88 પોઈન્ટના ઘટાડા સાથે 37,658 પર અને કોરિયાનો કોસ્પી 41 પોઈન્ટના વધારા સાથે 2,812 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 197 પોઈન્ટના વધારા સાથે 23,851 પર ટ્રેડ કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 2 પોઈન્ટના વધારા સાથે 3,379 પર ટ્રેડ કરી રહ્યો છે.
- 4 જૂનના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 91 પોઈન્ટ ઘટીને 42,427 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 61 પોઈન્ટ વધીને 19,460 પર અને S&P 500 5,970 પર બંધ થયો.
આજે રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકનો બીજો દિવસ છે. નિષ્ણાતોના મતે, મોનેટરી પોલિસી કમિટી આ વખતે પણ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરી શકે છે. એટલે કે, આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે.
6 જૂને સવારે 10 વાગ્યે, આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપશે. આ પહેલા યોજાયેલી બે બેઠકોમાં 0.50% નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે રેપો રેટ ઘટીને 6% થઈ ગયો છે. એમપીસીમાં ૬ સભ્યો છે. આમાંથી ૩ આરબીઆઈના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.
4 જૂને શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 260 પોઈન્ટના વધારા સાથે 80,998 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 78 પોઈન્ટના વધારા સાથે 24,620 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 11 શેરો ઘટ્યા. મેટલ, ઓટો, બેંકિંગ અને આઈટી શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ, રિયલ્ટી શેરોમાં 0.70%નો ઘટાડો જોવા મળ્યો.






Leave a comment