દેશના ઉત્તરીય રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સોમવારે દેશના 6 રાજ્યોના 18 શહેરોનું તાપમાન 45 ડિગ્રીને પાર રહ્યું. આ રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને ઓડિશાનો સમાવેશ થાય છે. રાજસ્થાનનું શ્રીગંગાનગર 47.3 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું છે.
મંગળવારે પણ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દિલ્હી-એનસીઆરના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવ અને ભીષણ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં આજે પણ તાપમાન 45 ડિગ્રી નજીક જઈ શકે છે. રાજ્યમાં આગામી બે દિવસ માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે રાજસ્થાનમાં ભાષણ ગરમીના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેસલમેર, બાડમેર, જોધપુર, પાલી, જાલોર અને સિરોહી જેવા પશ્ચિમી જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. હરિયાણામાં પણ સોમવારે તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું. સિરસા 46.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું.
આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ રાજ્યના 1.63 લાખ લોકો હજુ પણ પૂરથી અસરગ્રસ્ત છે. આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે. હાલમાં કોઈ પણ નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી નથી.
છેલ્લા 6 વર્ષની સરખામણીમાં, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું આંધ્રપ્રદેશમાં વહેલું પહોંચ્યું હતું, પરંતુ તે નબળું રહ્યું છે. જૂનના પહેલા નવ દિવસમાં 59 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મેના રોજ આંધ્રપ્રદેશ પહોંચ્યું હતું, જે તેની સામાન્ય તારીખ 4 જૂનના 9 દિવસ પહેલા હતું.
આ દિવસો દરમિયાન રાજ્યમાં સરેરાશ 24.4 મીમી વરસાદની સામે માત્ર 10.1 મીમી વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજ્યના ચાર જિલ્લાઓ – કોનસીમા, બાપટલા, પૂર્વ ગોદાવરી અને કૃષ્ણા, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના એક ખાસ વિસ્તારમાં પહેલા 9 દિવસમાં કોઈ વરસાદ પડ્યો નથી.
દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં, યાનમ વિભાગના બે જિલ્લા અનાકાપલ્લી-વિજયનગરમમાં સામાન્ય વરસાદ થયો છે. શ્રીકાકુલમમાં વધુ વરસાદ થયો હતો. એલુરુમાં 80%, ગુંટુરમાં 95%, કાકીનાડામાં 66%, NTR 81%, SPSR નેલ્લોરમાં 64% અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 96% ઓછો વરસાદ નોંધાયો છે.






Leave a comment