મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ્સ પોસ્ટ ગ્રેડ્યુએટ વિધાર્થીઓ આધુનિક સંશોધન અને નવી ટેક્નોલોજીથી વાકેફ થાય એ માટે અદાણી સંચાલિત GAIMS અને અમદાવાદ સ્થિત કે.ડી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત વ્યાખ્યાન માળામાં(ગેસ્ટ લેક્ચર) એપીલેપ્સી એટલે કે આંચકી અને વાઈ તેમજ સર્જીકલ ઑન્કોલોજી ઉપર અમદાવાદના આ ક્ષેત્રના સુપરસ્પેશિયાલિસ્ટ તબીબોએ રિસર્ચ ઉપર ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી.
અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા ન્યુરોલોજિસ્ટ અને એપીલેપ્સી સુપરસ્પેશિયાલિસ્ટ ડો.અભિષેક ગોહેલે જણાવ્યું કે, વાઈ,આંચકી કે એપીલેપ્સી મગજનો એવો રોગ છે, જેમાં પીડિત તાત્કાલિક તબીબ પાસે પહોંચે તો અનેક વ્યાધિમાંથી બચી જાય, પરંતુ રોગ જ્યારે કાબુ બહાર જાય પછી જ ડોક્ટર પાસે જાય છે, ત્યારે ખૂબ મોડું થયું હોય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, વાઈના દર્દીને વીડિયો EEG દ્વારા ઓબ્ઝર્વેસનમાં રાખવાથી પૂરેપૂરું નિદાન થઈ શકે છે.
એપિલેપ્સિના સિનિયર ન્યૂરોસર્જન ડો.ગોપાલ શાહે કહ્યું કે,આ રોગ ઘેંટાઈ જાય પછી દવાની મારક ક્ષમતા ઓછી થઈ જાય છે અંતે શસ્ત્રક્રિયા જ વિકલ્પ બચે છે.આ સંદર્ભે તેમણે વિડિયો નિદર્શન દ્વારા મગજ અને શરીર ઉપર પડતી એપિલેપ્સીની અસર સમજાવી ઓપરેશનના અંશો દર્શાવ્યા હતા.તેમણે એમ પણ જણાવ્યું કે, વાઈના દર્દીને ઓબ્ઝર્વેસનમાં રાખવાથી પૂરેપૂરું નિદાન થઈ શકે છે.
દરમિયાન આ જ હોસ્પિટલના સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન ડો.કુશ શાહે શરીરમાં ઉદભવતા તમામ પ્રકારના કેન્સર અંગે તાજેતરમાં થયેલા સંશોધન અને પ્રગતિની માહિતી આપી ઉમેર્યું કે,કેન્સર સર્જરી હવે આધુનિક મોડ ઉપર છે, જેનો સીધો લાભ કેન્સરગ્રસ્તને થઈ રહ્યો છે. ઉપરાંત કોસ્મોટિક અને પ્લાસ્ટિક સર્જરી દ્વારા સર્જરીના નિશાન મિટાવી શરીરના દેખાવને યથાવત રાખવામાં સફળતા મળી છે.
અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન. ઘોષના હસ્તે નિષ્ણાતોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેડિસિન વિભાગના ડો. દેવિકા ભાટ, ડો.વિનાયક ચૌહાણ, ઇમરજન્સી મેડિસિનના ડો.સંકેત પટેલ અને એનેસ્થેટિક ડો.જલદીપ પટેલ સહિત મેડિકલ અને સર્જરી ક્ષેત્રના રેસિડેન્ટ્સ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Leave a comment