હવામાન વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ જૂન મહિનાના વરસાદના આંકડાઓમાં મહુવા અને કંડલામાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ગઇકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને મહુવામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઇકાલે મહુવામાં 225.2 મિમી વરસાદ નોંધાયો હતો, જે એક ઐતિહાસિક આંકડો છે. અગાઉ 1959માં 179.6 મિમી અને 1969માં 193 મિમી વરસાદ નોંધાયો હતો, પરંતુ આ વખતે તે તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જ્યારે કંડલામાં પણ જૂન મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ચોથા નંબરનો વરસાદ નોંધાયો છે. ગઇકાલે કંડલામાં 114.3 મિમી વરસાદ રહ્યો હતો. અગાઉ 1971માં 170.8 મિમી અને 2015માં 186 મિમી વરસાદ નોંધાયો હતો.
લાઠીદડ ગામે 16 તારીખે સાંજે ઈકો કાર પાણીમાં તણાઈ હતી. આ ઈકોમાં 9 લોકો સવાર હતા. જેમાંથી ગઈકાલે બે લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા. જ્યારે બાકિના ૭ લોકો લાપત્તા થયા હતા. ત્યારે આજે આ તમામ સાતેય લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. જેમાં છ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.
ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વેરાવળ-સોમનાથમાં બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને જાણે મેઘરાજા જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
16 જૂનની સાતે સાત વાગ્યા આસપાસ બોટાદના લાઠીદડ ગામ પાસે નદીમા ઈકો કાર તણાઇ ગઇ હતી. જેમાં નવ લોકો સવાર હતા, જેમાંથી બેનો બચાવ થયો હતો. જ્યારે સાત લોકો લાપતા હતા. જેમાંથી બે લોકોના મૃતદેહ ગઇકાલે મળ્યા હતા. જ્યારે ચાર લાપતા લોકોના મૃતદેહ આજે NDRFની ટીમ દ્વારા બપોરે એક વાગ્યા આસપાસ બહાર કાઢવામાં આવ્યા છે. આમ અંદાજિત 42 કલાક બાદ ચાર મૃતદેહ મળ્યા છે. હજી એક વ્યક્તિ લાપતા છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે 4 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી અને રાજકોટમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છ, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.






Leave a comment