ઇરાનના ક્રાઉન પ્રિન્સે કહ્યું : વર્તમાન શાસન નિર્બળ થયું છે, પડી ભાંગવાની અણીએ છે

ઇઝરાયલ ઇરાન યુદ્ધમાં આખરે યુદ્ધ વિરામ થતાં દેશવટો ભોગવી રહેલા ઇરાનના ક્રાઉન પ્રિન્સસ રેઝા રેઝા શાહ પહેલવીએ એક ધારદાર વક્તવ્યમાં ઇરાકીઓને ઇસ્લામિક રીપબ્લિક શાસને ફગાવી દેવા આખરી ધક્કો મારવા આદેશ આપ્યો હતો. તેઓએ કહ્યું : ‘મારા સાથી દેશભક્તો આપણે હવે આપણા સંઘર્ષના આખરી તબક્કે પહોંચી રહ્યા છીએ. આ તબક્કે ઘણો જ કઠોર હશે. પરંતુ વર્તમાન શાસન નિર્બળ બની ગયું છે, તે ભાંગી પડવાની અણી ઉપર છે. તેને માત્ર આપણે અને આપણે જ ભાંગી શકીએ તેમ છીએ. ઇરાનીઓ તે કરી શકે તેમ છે.

આ સાથે તેઓએ સૈનિકોને કહ્યું હતું કે નાગરિકો ઉપર હુમલા કરવાનો તમોને હુક્મ કરાય તો તેનો વિરોધ કરજો. આ તમારી આખરી તક છે. તમારી ઉપર નજર રખાઈ રહી છે. આપણે તે યાદ રાખવું જોઇએ કે કોણ લોકોની સાથે ઊભા રહ્યા છે અને કોણ તેઓની સામે અપરાધો કર્યા છે.’

અંતરરાષ્ટ્રીય સમાજને સંબોધીને તેઓએ કહ્યું : તમારે ઇરાનના લોકો સાથે ઊભા રહેવું જોઇએ નહીં કે આ ભ્રષ્ટ ભાંગી રહેલા અને ત્રાસવાદી રાજ્ય (શાસકો) સાથે કે જે શાસકો તમારી (અંતરરાષ્ટ્રીય સમાજ) સાથે જે તમારી સામે તેમની બંદૂકો તાકે છે. મિસાઇલ્સ તાકે છે અને ત્રાસવાદ ફેલાવે છે. વિશ્વ માટે આ ઐતિહાસિક ક્ષણ છે.

તેઓએ તેઓના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મપર ઇરાનના લોકોને સંબોધતાં કહ્યું : ‘ડરો નહીં, મજબૂત બનો. વિજય આપણા હાથમાં છે.’

નિરીક્ષકો જણાવે છે કે ઇરાનના શાસકો બહારથી ભલે સિંહનું મ્હોરૃં દર્શાવતા હોય, પરંતુ તાજેતરના હુમલાઓએ તેમની ઊંઘ ઉડાડી દીધી હશે. માટે તો મંત્રણા કરવા તૈયાર થયા છે. સંભવ તે બહુ સ્પષ્ટ છે કે આ પ્રચંડ હુમલાઓથી ઇરાનની જનતા ચિંતામાં તો પડી જ ગઈ હશે પરંતુ લોખંડી શાસન સામે અવાજ ઉઠાવી શક્તી નહીં હોય. પશ્ચિમના દેશોની જાસૂસી જાળ ઘણી જટિલ છે. તેને ઇરાનમાં અંદરના ભારેલા અગ્નિની ખબર હશે જ. માટે તો ઇરાનમાં સત્તા પલટાની વાત કરી છે. ક્રાઉન પ્રિન્સને તેમણે જ પુષ્ટિ આપી આ વિધાનો કરાવ્યાં હશે તે સંભવિત છે.

Leave a comment

Trending