જી.કે.જન. હોસ્પિ.ના ઉચ્ચ વહીવટી હોદ્દા ઉપર અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ ENT  સર્જનએ ૫ વર્ષના ચીફ. મેડિ. સુપ્રિ. તરીકેના કાર્યકાળમાં ૬૦૦૦ જેટલા મેજર ઓપરેશન કર્યા અને સારવાર પણ આપી

૧લી જુલાઈના રોજ ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડે ઉજવાય છે.આ દિવસનો ઉદ્દેશ ડોક્ટરના સ્વાસ્થ્ય સેવામાં યોગદાન,સમર્પણ સખત મહેનત અને તેના મહત્વને ઉજાગર કરવાનો છે. ભારતરત્ન ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં આ દિવસ મનાય છે.તેમનો જન્મ અને મૃત્યુ ૧લી જુલાઈના દિવસે જ થયું હતું.તેઓ પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય મંત્રી પણ હતા. 

આ પ્રકારે વહીવટ અને સ્વાસ્થ્ય સેવાનો સમન્વય ડોક્ટરને દર્દી સાથે જોડે છે.અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના એક એવા તબીબ અને સર્જનની વાત કરવી છે, જેઓ હોસ્પિટલના  ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ જેવા સર્વોચ્ચ હોદ્દા પર છે,વહીવટ સંભાળે છે, અત્યંત વ્યસ્તતા હોવા છતાં તેમના વિભાગના દર્દીઓની સારવાર અને ઓપરેશન સુધ્ધાં કરે છે. વાત ENT સર્જન ડો.નરેન્દ્ર હિરાણીની.

ડો.અને દર્દીનો સંબંધ વિશ્વાસ સાથે જોડાયેલો હોય છે.જી.કે.માં આવતા  દર્દીને ખાતરી હોય છે કે,ગમે તેટલી વ્યવસ્તતા વચ્ચે પણ ડોક્ટર  શક્ય હોય ત્યાં સુધી થોડો સમય કાઢીને જરૂર મળશે. ચીફ.મેડિ.સુપ્રિના કાર્યકાળને ૫ વર્ષ પૂરા થયાં છે. હોસ્પિટલનું તંત્ર તો સુપેરે સંભાળ્યું  છે, સાથે કાન નાક ગળાના આ સમયમાં લગભગ ૬૦૦૦ જેટલા જટિલ અને કેન્સર, પ્લાસ્ટિક સર્જરી, મોઢાના ફ્રેકચરર્સની મેજર શસ્ત્રક્રિયા પણ કરી છે.સારવાર પણ કરી છે.એટલુંજ નહીં સાથી તબીબોને પણ ઓપરેશન દરમિયાન માર્ગદર્શન આપી શસ્ત્રક્રિયા શીખવી છે.

વહીવટ સાથે તેમણે જ્યારે જ્યારે કચ્છ ઉપર કોઈપણ માનવ સર્જિત કે કુદરત સર્જિત આફત આવી છે ત્યારે રાતદિવસ જોયા વિના અસરગ્રસ્તો માટે કામ કર્યું છે,પછી ભૂકંપ હોય,બીપોરજોય વાવાઝોડું હોય અતિવૃષ્ટિ કે પછી કોરોના કાળ હોય  ઓપરેશન સિંદૂરકે કોઈપણ પ્રકારની આફત હોય સતત સેવા આપી છે.

તેમણે ડોક્ટર ડે નિમિતે કહ્યું કે,ડોક્ટરની સેવાનો આધાર  દર્દી સાથેનો તેમનો સંબંધ છે.ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંવાદ ચાલુ રહેવો જોઈએ. આવા સંવાદ અને વાતચીત થકી જ દર્દીના દર્દની જાણકારી અંગે આદાન પ્રદાન થાય છે.જેથી ચિકિત્સક દર્દી ઉપર આવનારી સંભવિત દર્દની મુશ્કેલી પારખી લે  છે અને વધુ ચોક્કસ સારવાર કરી શકે છે.રોગ મટાડવામાં દવા કરતાં દર્દી સાથેની લાગણી વધુ અસર કરે છે.

Leave a comment

Trending