– ડોક્ટર ડે એટલે સ્વાસ્થ્ય સેવામાં તબીબોના યોગદાન અને સમર્પણને યાદ કરવાનો દિવસ
અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલમાં ૧લી જુલાઈના રોજ ડોક્ટર દિવસની હોસ્પિટલના તમામ ડોક્ટરની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.
મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં આયોજિત આ ઉજવણી પ્રસંગે કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે કહ્યું કે તબીબો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કેમકે આ પ્રસંગે સમગ્ર દેશ, સ્વાસ્થ્ય સેવામાં પ્રવૃત તબીબોના યોગદાન,સમર્પણ, સખત મહેનત અને તેમના મહત્વને યાદ કરી ઉજાગર કરે છે.
આ પ્રસંગે ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો નરેન્દ્ર હિરાણીએ તમામ ડોક્ટર્સને શુભેચ્છા આપી હતી.
ઉજવણીમાં એડિશનલ મેડિકલ સુપ્રિ.ડો.વિવેક પટેલ, આસિ.ડીન ડો.અજીત ખીલનાની અને ડો.હિતેશ આસુદાની સહિત પ્રોફેસર્સ,કન્સલ્ટન્ટ,ડોક્ટર્સ,રેસિડેન્ટ્સ સહિત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ગીત સંગીત અને વૈવિધ્ય સભર કાર્યક્રમો રજૂ કરી તબીબોએ પોતાનું આગવું કૌશલ્ય પણ પ્રસ્તુત કર્યું હતું.






Leave a comment