શુક્રવારે એર ઇન્ડિયાની બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ (AI2414)ના પાયલોટની ટેકઓફ પહેલા તબિયત લથડી હતી. આ કારણે ફ્લાઇટે 90 મિનિટ મોડી ઉડાન ભરી હતી.
એરલાઈને કહ્યું- 4 જુલાઈની સવારે, અમારી ફ્લાઇટ AI2414માં મેડિકલ ઈમરજન્સી સામે આવી. પાઈલટની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રોસ્ટરમાં ફેરફાર થયો અને બીજા પાઈલટ સાથે ફ્લાઇટે ઉડાન ભરી.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘પાયલોટ હાલમાં સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે. અમારી પ્રાથમિકતા પાયલોટ અને તેના પરિવારને મદદ કરવાની છે જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકે.’ ફ્લાઇટ 03:05 વાગ્યે રવાના થવાની હતી, 04:52 વાગ્યે રવાના થઈ
ફ્લાઇટ AI2414 સવારે 03:05 વાગ્યે ઉપડવાની હતી પરંતુ મેડિકલ ઈમરજન્સીને કારણે તેને 04:52 વાગ્યે ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ સવારે 07:21 વાગ્યે દિલ્હી પહોંચી, જે તેના નિર્ધારિત સમય 05:55 વાગ્યેથી લગભગ 90 મિનિટ મોડી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, વિવિધ કારણોસર 9 દિવસમાં (12-20 જૂન) એર ઇન્ડિયાની 84 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. ત્યારથી, દરેક એરપોર્ટ પર વિમાનની ઓપરેશનલ ચેકિંગ કડક બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે દિવસ પછી, 14 જૂનના રોજ, એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ 900 મીટર નીચે આવી ગઈ હતી. આ ઘટના દિલ્હી-વિયેના ફ્લાઇટ દરમિયાન બની હતી.
અહેવાલો અનુસાર, વિમાને દિલ્હી એરપોર્ટથી ઉડાન ભરી અને પછી નીચે આવવા લાગી. જોકે, 9 કલાક અને 8 મિનિટની ઉડાન પછી, ફ્લાઇટ વિયેનામાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ હતી.






Leave a comment