કચ્છના પાલરધુના ધોધ સહિત તમામ જળાશયો પર પ્રવેશ પર પ્રતિબંધ

કચ્છ જિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. નખત્રાણાના પાલરધુના ધોધ પર સલામતીના કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને જળાશયોથી દૂર રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર, સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલા તમામ નદી, નાળા, નહેર અને ચેકડેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીઓએ જળાશયોમાં સ્નાન કરવું, કપડાં ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહીં. આ ઉપરાંત, જોખમી રીતે ઊભા રહીને મોબાઈલ કે કેમેરામાં ફોટા કે સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે.

Leave a comment

Trending