અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં વિદ્યુત શોક લાગવાથી લગભગ ૩૫ ટકા સુધી દાઝેલા દાખલ દર્દીને બર્ન કેર યુનિટના તબીબોએ ઘનિષ્ટ અને આધુનિક ઉપચાર આપી બચાવી લેવાયો હતો.
હોસ્પિટલના બર્ન કેર યુનિટના હેડ અને પ્લાસ્ટિક સર્જન ડો.મહાલક્ષ્મી પિલ્લાઈએ જણાવ્યું કે,ઇલેક્ટ્રિક શોક લાગવાથી દર્દીના હાથ,છાતી,પેટ અને જાંઘ ઉપરનો હિસ્સો સખત રીતે દાઝી જવાથી તેના દાઝેલા અંગ ઉપર છેક ઊંડાણ સુધી અસર થઈ હતી.દર્દીના જીવન મરણનો સવાલ હોવાથી તુરત સઘન સારવાર આપવામાં આવી હતી.
પ્રથમ તો ચેપથી સંપૂર્ણ સુરક્ષિત રાખવા તેને આધુનિક એસેપ્ટિક ટેક્નિકથી સારવાર આપવાનું શરૂ કર્યું.તેની સ્થિતિ પ્રમાણે પ્રથમ નેગેટિવ પ્રેશર ICU અને ત્યારબાદ પોઝિટિવ પ્રેશર ICU સારવાર તબક્કાવાર આપવામાં આવી.દરમિયાન જરૂરી તમામ દવાઓ અને ડ્રેસિંગના વિવિધ તબક્કા પૂરા કર્યા જેનો ધારણા મુજબ પ્રતિસાદ મળતા છેલ્લે એક પખવાડિયાથી વધુ ટ્રીમેન્ટ કરી તેને બચાવી લેવાયો.
તબીબોના જણાવ્યા મુજબ ૩૫ ટકા થી વધુ દાઝવાની અસરને અતિ ગંભીર ગણવામાં આવે છે.જો કરંટ લાગે તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી હિતાવહ છે.






Leave a comment