– દેશમાં તબીબી સંભાળ સાથે મેડિકલ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધન કાર્ય કરી શકે તેવા કુશળ સર્જનોની જરૂર
દેશને આજે એવા કુશળ સર્જનોની જરૂર છે, જેઓ તબીબી સંભાળ તો લે જ સાથે સાથે ભારતના મેડિકલ જગતના નવનિર્માણમાં શિક્ષણ અને સંશોધન કાર્યને પણ આગળ વધારે એમ અદાણી મેડિકલ સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોને અમદાવાદ સ્થિત મોરેન્ગો સિમ્સ હોસ્પિટલના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પ્રત્યારોપણ સર્જરીના નિષ્ણાત સર્જનોએ પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું.
મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ અને ચીફ.મેડિ.સુપ્રિ.ડૉ.નરેન્દ્ર હિરાણીના માર્ગદર્શન હેઠળ અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં આયોજિત સુપર સ્પેશિયાલિટી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા મેડિકલ જગતના વિદ્યાર્થીઓને અને તબીબોને માર્ગદર્શન આપતા ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા અને મોરેન્ગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાત સર્જન ડો.ધીરેન શાહે કહ્યું કે, વર્તમાન સંજોગોમાં હૃદય સહિત અંગ પ્રત્યારોપણ કરતા સર્જનોએ દેશમાં મેડિકલ ક્ષેત્રે નવી જ ક્રાંતિ કરી છે, જેમાં ગુજરાતનું પ્રદાન પણ મોખરાનું છે.
આ પ્રસંગે અમદાવાદની આ જ હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ અને હેપેટો બિલિયરી સર્જન ડો.વિકાસ પટેલે લિવરના દર્દોમાં સર્જરીથી લઈ,ટ્રાન્સપ્લાન્ટનું મહત્વ સમજાવી ઉમેર્યું કે, આજે તે જીવન રક્ષક સાબિત થઈ રહ્યું છે. આ જ હોસ્પિટલના ફેફસા (લંગ્સ) પ્રત્યારોપણ નિષ્ણાત ડો. સારવ શાહે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.જ્યારે મેડિકલ એન્કોલોજી વિભાગના વડા ડો.ભાવેશ પારેખે કેન્સરના દર્દીઓના સંદર્ભમાં મળતી ડિસિપ્લિનરી મેનેજમેન્ટ ઉપર વક્તવ્ય આપ્યું હતું.
અદાણી મેડિકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે આ સેમિનાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે સર્જીકલ વિભાગના વડા ડો.રાજેશ ગોરી સહિત મેડિસિન,સર્જરી,ઇમરજન્સી મેડિસિન અને રેસિડેન્ટ્સ તબીબોએ ઉપસ્થિત રહી નિષ્ણાતો સાથે સંવાદ કર્યો હતો.






Leave a comment