શશી થરૂર ની એક પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ

શું કોંગ્રેસ સાંસદ શશી થરૂર આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો છે? વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ એક સર્વે ડેટા શેર કરતા આ વાતનો સંકેત આપ્યો છે, જેમાં તેમને મુખ્યમંત્રી પદ માટે UDF તરફથી રેસમાં સૌથી આગળ ગણાવવામાં આવી રહ્યા છે.

સ્વતંત્ર એજન્સી વોટ વાઇબ તરફથી કરાયેલા સર્વેથી જાણી શકાયું છે કે રાજ્યમાં જબરદસ્ત સત્તા વિરોધી લહેર છે. સર્વેના અનુસાર, થરૂરને 28.3 ટકા લોકોએ UDF તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. હાલના દિવસોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ બનવા અને ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાના કારણે તેઓ કોંગ્રેસના નિશાન આવી ગયા છે.

કેરળમાં આગામી વર્ષ મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી UDF પિનરાઈ વિજયનના નેતૃત્વવાળી સત્તાધારી LDF સરકારને સતત ત્રીજી વખત સત્તામાં આવવાથી રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે.

સર્વના અનુસાર, 30 ટકા પુરૂષ વોટર્સે થરૂરનું સમર્થન કર્યું, જ્યારે 27 ટકા મહિલાઓએ મુખ્યમંત્રી પદ માટે થરૂરને પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે. તિરૂવનંતપુરમથી ચાર વખતના સાંસદ રહી ચૂકેલા થરૂરને વૃદ્ધ મતદારો (55 વર્ષથી વધુની ઉંમર)નું 34.2 ટકા સમર્થન મળ્યું છે. સર્વે અનુસાર, 18-24ની ઉંમરના યુવાનોનું તેમને 20.3 ટકા સમર્થન મળ્યું છે.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે કોંગ્રેસ સાંસદ થરૂરે કેન્દ્રની નીતિઓનું જાહેરમાં સમર્થન કર્યું અને ત્યારબાદથી કોંગ્રેસ નેતૃત્વની સાથે પોતાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જો કે, આ વર્ષની  શરૂઆતમાં કેરળ સરકારની નવી ઔદ્યોગિક નીતિના વખાણ કર્યા બાદ કોંગ્રેસની સાથે તેમના સંબંધોમાં પહેલાથી ખટાશ આવી હતી. જેના પર કેરળ કોંગ્રેસમાં તેમના સહયોગીઓએ થરૂરની આકરી ટીકા કરી હતી.

Leave a comment

Trending