PM મોદીએ શનિવારે 16મા રોજગાર મેળામાં 51 હજારથી વધુ યુવાનોને જોબ લેટર આપ્યા હતા. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કહ્યું કે યુવાનોની ક્ષમતા એ આપણા ભારતના ભવિષ્ય માટે સૌથી મોટી મૂડી અને ગેરંટી છે. અમારી સરકાર આ મૂડીને સમૃદ્ધિનો સ્ત્રોત બનાવવામાં કાર્યરત છે.
તેમણે કહ્યું કે હું બે દિવસ પહેલા જ 5 દેશોની મુલાકાત લઈને પાછો ફર્યો છું. ભારતની યુવા શક્તિનો અવાજ દરેક દેશમાં સંભળાયો હતો. આ દરમિયાન જે પણ કરાર થયા છે, તેનો લાભ યુવાનોને ચોક્કસ મળશે. તમારા વિભાગો અલગ છે પણ ધ્યેય એક છે. કાર્ય ગમે તે હોય, પદ ગમે તે હોય, ક્ષેત્ર ગમે તે હોય, ધ્યેય રાષ્ટ્ર સેવા છે. એકમાત્ર સૂત્ર નાગરિક સેવા છે. તમારી આ નવી યાત્રા માટે શુભકામનાઓ.
દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લો રોજગાર મેળો 26 એપ્રિલના રોજ યોજાયો હતો. વડાપ્રધાને 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં 9.73 લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે.
આજે આપણો દેશ ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ આપણા દેશના યુવાનોનું પરાક્રમ છે. મને ખુશી છે કે મારા દેશના યુવાનો ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યા છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે મિશન મેન્યુફેક્ચરિંગની જાહેરાત કરવામાં આવી છે. ફક્ત PLI દ્વારા 11 લાખ નોકરીઓનું સર્જન થયું છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનો વિસ્તાર થયો છે. 11 લાખ કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. પહેલા મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગના બે કે ચાર યુનિટ હતા. હાલમાં 300 યુનિટ છે અને લાખો યુવાનો તેમાં કામ કરી રહ્યા છે.
ભારત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં પણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ડિફેન્સ પ્રોડક્શન 1.25 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. ભારત સૌથી વધુ લોકોમોટિવ બનાવતો દેશ બન્યો છે. તે ઘણા દેશોમાં નિકાસ થઈ રહ્યો છે.
આવી ઘણી યોજનાઓને કારણે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. હવે કલ્પના કરો કે તેમનામાં કેટલો આત્મવિશ્વાસ હશે. વિશ્વ બેંક જેવી સંસ્થાઓ ભારતને એક મોડેલ તરીકે રજૂ કરે છે. ભારતને ઓછી અસમાનતા ધરાવતા ટોચના દેશોમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.
ભારતના 90 કરોડ લોકોને કલ્યાણ યોજના હેઠળ લાવવામાં આવ્યા છે. આનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થયું છે. પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડ પાકા ઘરો બનાવવામાં આવ્યા છે. આમાં કેટલાક લોકોને નોકરી મળી જેમ કે કડિયાકામ, મજૂર, પરિવહન, ટ્રક ઓપરેટર. ખુશીની વાત છે કે મોટાભાગની નોકરીઓ ગામડાઓમાં મળી રહી છે.
વડાપ્રધાને 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. ત્યારબાદ પીએમએ કહ્યું હતું કે – અમારું લક્ષ્ય 2023ના અંત સુધીમાં દેશના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ પૂરી પાડવાનું હતું. નવેમ્બર 2023 સુધીમાં, કુલ 11 રોજગાર મેળાઓમાં 7 લાખથી વધુ યુવાનોને જોઈનિંગ લેટર આપવામાં આવ્યા હતા. જોકે, લોકસભા ચૂંટણી પહેલા, 12મો રોજગાર મેળો 12 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયો હતો, જેમાં 1 લાખથી વધુ ડોબ લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Leave a comment