એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 15 પેસેન્જરને એડવાન્સ બુકિંગ છતાં સીટ ન મળી

ભુજ શહેરમાં આજે સવારે મુંબઇ જવા ઈંચ્છતા હવાઈ યાત્રાઓ ભારે હલાકીમાં મુકાઈ ગયા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ભુજ થી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ 15થી વધુ મુસાફરોને મૂકીને જતી રહી હતી, કારણ કે ફ્લાઈટમાં સીટની સંખ્યાની સામે મુસાફરોની સંખ્યા ઓછી હતી. જેથી સીટ ન હોવાને કારણે 15થી વધુ મુસાફરો મુસાફરી કરી શક્યા ન હતા.

મુસાફરોએ એડવાન્સ બુકિંગ કર્યું હોવા છતાં ફ્લાઇટમાં સીટ ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા નજરે પડ્યા હતા.

ભુજથી મુંબઇ જતી એર ઇન્ડિયની ફ્લાઈટમાં તમામ સીટ ફૂલ થઈ જતા અન્ય 15 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. બેઠક માટેની જગ્યા ના રહેતા આ ફ્લાઇટ તમામ મુસાફરોને મૂકીને ઉડી ગઈ હતી. બાકી રહેલા મુસાફરોએ આ માટેના કારણો જાણવા એર ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ સમક્ષ પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ જ યોગ્ય ઉત્તર મળ્યો ના હોવાનો એક વીડિયોમાં દાવો કરાયો છે.

આ અંગે ભોગ બનનાર હવાઈ યાત્રીએ પોતાની મુશ્કેલીનું વર્ણન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેઓ પોતાના દીકરાના કામ માટે મુંબઈ બપોરે દોઢ વાગ્યે પહોંચવું જરૂરી હોવાનું એર કંપનીના મહિલા કર્મી સમક્ષ કહી રહ્યા છે. આ સિવાય અન્ય મુસાફરોની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓની પાસે મુંબઇ ફ્લાઈટની ટિકિટ હોવા છતાં પ્લેનમાં બેસવાની સીટ ઉપલબ્ધ ના મળતા પરત ફરવું પડ્યું હોવાની વાત કહી રહ્યા છે.

દેશની સર્વોચ્ચ ગણાતી એર કંપનીમાં આટલી મોટી બેદરકારીના બનાવથી લોકોમાં ભારે ચકચાર પ્રસરી છે. આ પહેલા ભુજ એરપોર્ટ ખાતે ધીમી ચેકીંગ પ્રક્રિયાને લઈ મુસાફરોની ભીડ જમા થતી હોવાની ફરિયાદે પણ ભારે ચર્ચા જગાવી હતી.

Leave a comment

Trending