ડિગ્રી અને પુસ્તકના જ્ઞાન ઉપરાંત જે વિષય કે કાર્યમાં રસ હોય તેમાં તલસ્પર્શી જ્ઞાન, કુનેહ, કૌશલ્ય તથા સુઝબુઝ ઉમેરાય તો જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ)ના યુગમાં ટકી શકાય છે એમ યુ.એન. વુમેન (યુનાઈટેડ નેશન) કચ્છના કારકિર્દી કોચે જણાવ્યું હતું.
ભુજમાં અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ‘સક્ષમ’ ખાતે 15મી જુલાઈ વર્લ્ડ યુથ સ્કિલ ડે અને 16મી જુલાઈ આર્ટિફિશિયલ એપ્રિસીએશન ડે નિમિત્તે કોચ ચંદના દલાલે સક્ષમના વિદ્યાર્થીઓને ઉદબોદન કરતાં કહ્યું કે, દરેક ક્ષેત્રની જેમ કૌશલ્યમાં પણ એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે.
તેમણે યૂથ સ્કિલ ડે -2025ની થીમ એ. આઈ અને ડિજિટલ કુશળતાઓ મારફતે યુવાનોના સશક્તિકરણ મુદ્દે વધુમાં જણાવ્યું કે, રોજગારી ક્ષેત્રે સક્ષમ થવા કૌશલ્ય તો જરૂરી છે પણ સાથે ઝડપી વિકાસ, જીવન જીવવા અને શીખવા માટે એઆઈ પણ જરૂરી છે.
સક્ષમના ઓપરેશન ઓફિસર પૂર્વી ગોસ્વામીએ સ્વાગત કર્યું હતું તથા સંચાલન ટ્રેનિંગ એસોસિએટ મનીષ બાવલે કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પણ રસપ્રદ પ્રશ્નોતરી કરવામાં આવી હતી.






Leave a comment