કચ્છમાં વધતી જતી ખાનગી કંપનીઓ સામેના વિરોધો અને રાજકીય પ્રેરિત આંદોલનો, જેમાં કોઈ નક્કર તથ્ય કે કાયદાકીય આધાર વિના વિરોધ થઈ રહ્યો છે, તેના કારણે કચ્છમાં આવવા ઇચ્છતી કંપનીઓ હવે ભયભીત થઈ રહી છે અને પોતાના નિર્ણયો પર પુનર્વિચાર કરી રહી છે. માત્ર નાણાકીય માંગણીઓના હેતુથી થતા વિરોધને યોગ્ય ગણી શકાય નહીં. અહીં થઈ રહેલા મોટાભાગના વિરોધો નાણાં અથવા રાજકીય ઉદ્દેશ્યોને કારણે છે. જો સરકાર આ મામલે દખલ નહીં કરે તો કચ્છમાં રોકાણ ઘટતું જશે અને પશ્ચિમ બંગાળ જેવી સ્થિતિ સર્જાશે.
પશ્ચિમ બંગાળમાં આજે એવી પરિસ્થિતિ છે કે લગભગ 7000 કંપનીઓએ તેમના પ્લાન્ટ અને કાર્યાલયો બંધ કરીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું છે. આનું મુખ્ય કારણ રાજકીય અસ્થિરતા, નબળી સરકારી નીતિઓ અને કંપનીઓને સુરક્ષિત રીતે કાર્ય કરવા માટે પૂરતું રક્ષણ ન મળવું છે. હાલમાં પશ્ચિમ બંગાળનો વિકાસ દર નકારાત્મક દિશામાં જઈ રહ્યો છે.
કચ્છમાં પણ હવે આવી જ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. ભૂકંપ બાદ કચ્છમાં અનેક કંપનીઓ આવી, જેની સાથે રોજગાર, રોકાણ અને વિકાસ પણ આવ્યો. પરંતુ હવે કંપનીઓ કચ્છમાં આવવાથી ડરી રહી છે. જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહી તો આગામી સમયમાં પશ્ચિમ બંગાળ જેવી હાલત થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં સરકારની દખલગીરી હવે અનિવાર્ય બની ગઈ છે.






Leave a comment